નવી દિલ્હી,તા. ૪ : ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં વધુ એક પ્રકરણ ઉમેરવાની તૈયારી કરી લીધી છે. તમામ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની જેના ઉપર નજર છે તે સૌથી વધારે વજન ધરાવનાર ૬૪૦ ટનના રોકેટ જીએસએલવી માર્ક-૩ને આવતીકાલે લોંચ કરવામાં આવનાર છે. આ વજન આશરે ૨૦૦ હાથીના બરોબર છે. સૌથી ગૌરવની બાબત એ છે કે, સ્વદેશી ક્રાયોજનિક એન્જિનવાળા જીએસએલવી માર્ક-૩ મારફતે ભારત અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરો પોતાની સફળતાની ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેેરી દેશે. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ દેશ માટે દૂરસંચાર,સંરક્ષણ, ટેકનિકના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઇ શકે છે. દ ગ્રેટ ઇન્ડિયન લીફ્ટને લઇને તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. આની જોરદાર તૈયારીઓ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે. જીએસએલવી માર્ક-૩ ૬૪૦ ટન વજન ધરાવે છે. આ જીએસએલવી માર્ક-૩ની વિશેષતા એ છે કે, સ્વદેશી ટેકનિકથી બનાવવામાં આવ્યું છે. ૪૩.૪૩ મીટર લંબાઈ અને ૪ મીટરની પહોળાઈ ધરાવનાર આ રોકેટમાં અતિઆધુનિક ટેકનોલોજી છે. રોકેટની સાથે છોડવામાં આવનાર દૂરસંચાર ઉપગ્રહ જીસેટ-૧૯ આશરે ૩.૨ ટન વજન ધરાવે છે. આ રોકેટથી આઠ ટન વજન ધરાવનાર પેલોડને લોઅર્થ પરિભ્રમણ કક્ષામાં ગોઠવી શકાય છે. જીએસએલવી માર્ક-૩ ભારતના પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત રોકેટ ક્રાયોજનિક એન્જિનમાં પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોકેટ માટે ભારતે ૧૧ ફ્લાઇટ અને ૨૦૦૦થી વધારે પરીક્ષણ કર્યા છે. જીએસએલવીના ઉપરના સ્ટેજ સી-૨૫નું ઇસરોએ ૧૮મી ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે પરીક્ષણ કર્યું હતું. ચાર ટનના સેટેલાઇટને જીટીઓમાં લોન્ચિંગમાં સક્ષમ છે. ભારત દ્વારા મહત્વપૂર્ણ સફળતા અંતરિક્ષના ક્ષેત્રમાં હાસલ કરવામાં આવી રહી છે. ઇસરોએ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે એક સાથે ૧૦૪ સેટેલાઈટને સફળરીતે લોંચ કર્યા હતા. લોંચમાં જે ૧૦૧ નાના સેટેલાઇટનું વજન ૬૬૪ કિલોગ્રામનું હતું. આ તમામ સેટેલાઇટને એવી જ રીતે અંતરિક્ષમાં મુકી દેવામાં આવ્યા હતા જે રીતે સ્કૂલની બસ બાળકોને ક્રમશઃ સ્કૂલ ઉપર ઉતારી દે છે. અંતરિક્ષ કારોબાર આગામી દિવસોમાં પણ ભારત સફળતાપૂર્વક પાર પાડે તેવી શક્યતા છે.જાણકાર નિષ્ણાતો માની રહ્યા છે કે, અંતરિક્ષ કાર્યક્રમમાં માર્ક-૩ ગેમચેન્જર સાબિત થઇ શકે છે. રોકેટની સાથેસાથે સ્વદેશી ટેકનોલોજીથી ક્રાયોજનિક એન્જિન તૈયાર કરાયું છે. નવા રોકેટની સફળતાથી અંતરિક્ષમાં માનવ મોકલવાની ક્ષમતા હાસલ થઇ શકશે. ભારત દ્વારા એક પછી એક અંતરિક્ષના ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. પ્રતિબંધથી વિકસિતને લઇને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે. ભારત માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક રહેશે. જીએસએલવી માર્ક-૩ પોતાની ઐતિહાસિક ઉડાણ ભરશે. આ ઐતિહાસિક ઉડાણના કારણ રહેલા છે. જીસેટ-૧૯ નામના સંચાર ઉપગ્રહને દરિયાઇ સપાટીથી ૩૫૭૮૫ કિમી ઉંચી જમીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ઇસરોની યોજના ૨૦૧૮માં જીસેટ ૧૧ છોડવાની છે. ત્યારબાદ ડેટાસ્પીડ ૧૪ જીબી પ્રતિ સેકન્ડ થઇ જશે. દેશની દૂરસંચાર વ્યવસ્થામાં મોટુ પગલું રહેશે. જીએસએલવી માર્ક-૩ રોકેટનું વચન ૨૦૦ હાથીના બરોબર છે અને ઉંચાઇ ૪૩ મીટર છે. સૌથી ભારે રોકેટ તરીકે આને ગણવામોં આવે છે જેથી આને ફેટબોય નામ અપાયું છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.