સુરત: કેન્દ્ર સરકાર પહેલી જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ્ લાગુ કરવા જઈ રહી છે.જેની સામે સમગ્ર ભારતભરમાંથી અલગ અલગ ઉદ્યોગો વિરોધ નોંધાવી રહયા છે…જેમાંથી કાપડ માર્કેટ પણ બાકાત નથી રહ્યું.કાપડ પર લગાવવા આવેલ પાંચ ટકા જીએસટી રદ કરવાની માંગ સાથે ભારતભરના વેપારીઓ લડી લેવાના મુડમાં દેખાઈ રહ્યા છે…જ્યા સુરતના કાપડ વેપારીઓ કંઈક અલગ રીતે જીએસટી નો વિરોધ નોંધાવતા જોવા મળ્યા છે.
પહેલી જુલાઈથી કેન્દ્ર સરકાર ટેક્સટાઇલ્સ ઉદ્યોગ પર પાંચ ટકા જીએસટી લાગુ કરવા જઈ રહી છે.જેની સામે સુરતના કાપડ વેપારીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઉતરેલા સુરતના કાપડ વેપારીઓએ આજ રોજ રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં વાટકી અને ચમચી વગાડી જીએસટી નો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.મોટી સંખ્યામાં હાજર કાપડ વેપારીઓ હાથમાં જીએસટી વિરોધી બેનર લઈ વિરોધ કરતા નજરે પડયા હતા.તો કેટલાક વેપારીઓએ મોઢે “નો જીએસટી ” ના સ્ટીકર લગાડી રોષ શાંતિપૂર્ણ રીતે રોષ ઠાલવ્યો હતો.”રઘુપતિ રાઘવ રાજા રામ ,જેટલી કો સદબુદ્ધિ દે ભગવાન ના નારા સાથે સુરત ના કાપડ વેપારીઓએ સુત્રોચાર કર્યા હતા..સૌ કોઈ વેપારીઓએ કાપડ પર લગાવવામાં આવેલ જીએસટી કર રદ કરવાની માંગ પણ કરી હતી….જો કે હવે જોવાનું એ રહેશે કે 30 મી તારીખના રોજ દિલ્લી ખાતે મળનારી જીએસટી કાઉન્સીલ ની મિટિંગ માં કેન્દ્ર સરકાર શુ નિર્ણય લે છે અને કાપડ વેપારીઓને જીએસટી કરમાંથી મુક્તિ આપે છે કે કેમ તે જોવું રહ્યું.