જીએસટીને પહેલી જુલાઇના દિવસથી અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીએસટી અમલી બન્યા બાદ દેશમાં એક સમાન માર્કેટ લાગુ થશે. કારણ કે મોટા ભાગની ચીજવસ્તુઓની કિંમત એક સમાન થઇ જશે. જીએસટીને અમલી કરવામાં આવ્યા બાદ સૌથી મોટા સુધારા તરીકે દેશ આગળ વધશે. એટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સીએમજી ગીતાંબર આનંદનું કહેવું છે કે, ૧૨ ટકા જીએસટીથી ૬૦૦૦ રૃપિયા સ્કેવર ફુટ સુધીના પ્રોજેક્ટમાં ખરીદદારોને ફાયદો થશે. અલબત્ત પ્રીમિયર પ્રોજેક્ટના ખરીદદારોને કોઇ વધારે ફાયદો થવાની શક્યતા દેખાઈ રહી નથી. ક્રેડાઈમાં ઉપ પ્રમુખ અને અધિકારી મનોજ ગોરનું કહેવું છે કે, જો ઇનપુટ ક્રેડિટને યોગ્યરીતે મંજૂરી આપવામાં આવશે તો ૧૨ ટકાના જીએસટી રેટ ગ્રાહકો માટે લાભકારક સાબિત થશે.
અધિકારીઓનું કહેવું છે કે, ૧૨ ટકા જીએસટીથી ચોક્કસપણે પોષાય તેવા સેગ્મેન્ટમાં ટેક્સનો બોજ ઘટશે. તેમણે કહ્યું હતું કે, કન્સ્ટ્રક્શનની ચીજવસ્તુઓ ઉપર ટેક્સના દરો અંતિમ થઇ ગયા બાદ આને લઇને ગણતરી શરૃ થશે. જો કોઇ ડેવલપર વધારે માર્જિનની સાથે કામ કરે છે તો નેટ ટેક્સ પહેલાની જેમ જ રહેશે.