કેટલાક સમય થી અટકાનો આવી રહી હતી કે રિલાયન્સ જીયો ૨૦૦૦ રૂપિયા સુધીના 4G હેન્ડસેટ લાવશે પણ હજુ સુધી કોઈ જાહેરાત થઇ નથી આવામાં ચીનની પ્રોસેસર બનાવનારી કંપની સ્પેડટ્રમએ જાહેરાત કરી છે કે તે માત્ર ૧૫૦૦ રૂપિયાના 4G હેન્ડસેટ લોન્ચ કરશે.
સ્પેક્ટ્રમ કોમ્યુનિકેશનના ઇન્ડિયા હેડ નીરજ શર્માએ એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારને કહ્યું છે, “અમે એવી ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છીએ જે અંતર્ગત બજારમાં ૧,૫૦૦ રૂપિયા સુધીના 4G ફીચર ફોન આવશે. અમે આ માટે અમારા ભાગીદારો સાથે કોન્સેપ્ટ પ્રમોશન શરુ કરી દીધું છે.”
રિલાયન્સ જીયોના આવ્યા બાદ ભારતીય બજારમાં 4G સ્માર્ટ ફોનની માંગ ઝડપથી વધી છે, આથી કંપનીઓ પણ હવે સસ્તા હેન્ડસેટ લાવી રહી છે. હજુ હાલમાં જ ભારતીય કંપની લાવાએ ૩,૩૩૩ રૂપિયામાં એક 4G ફીચર ફોન લોન્ચ કર્યો છે. લાવાનો દાવો છે કે આ ભારતનો પહેલો 4G સ્માર્ટફોન ૩,૦૦૦ રૂપિયાથી શરુ થાય છે. આ સિવાય Lyfના પણ સસ્તા 4G સ્માર્ટફોન બજારમાં છે.