અપર ઍર સાયક્લોનિક સક્યુર્લેશન અને લો પ્રેશરની સાથે ડીપ સક્યુર્લેશન લો પ્રેશર પણ ઉમેરાતાં ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડશે એ આગાહી સાચી પડી હતી અને સૌરાષ્ટ્રમાં એકથી દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગઈ કાલે હાઇએસ્ટ વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યો હતો.
જૂનાગઢ ઉપરાંત અમરેલીમાં પણ ગઈ કાલે ભારે વરસાદ પડતાં અમરેલી અને જૂનાગઢ જિલ્લાનાં ત્રીસ ગામોને હાઈ અલર્ટ કરીને એમને ખાલી કરાવવાનું કામ શરૂ કરવું પડ્યું હતું. ગઈ કાલે માળિયાહાટીના, ધારી અને મેંદરડા તાબાનાં આ ગામોમાં રેસ્ક્યુ ઑપરેશન કરીને આઠ લોકોનો જીવ પણ બચાવવામાં આવ્યો હતો.
ગુજરાત હવામાન-વિભાગની આગાહી મુજબ આજે અને આવતી કાલે ગુજરાતમાં ભારે અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ૧૫૦થી વધુ બસો કૅન્સલ કરી છે અને ચારસો જેટલી બસોના રૂટ બદલવામાં કે ટૂંકા કરવામાં આવ્યા છે.
ક્યાં કેટલો વરસાદ…
જૂનાગઢ ૧૦ ઇંચ
મેંદરડા ૬ ઇંચ
માણાવદર ૫ ઇંચ
તુલસીશ્યામ ૭ ઇંચ
વિસાવદર ૫ ઇંચ
અમરેલી ૧થી ૭ ઇંચ