ટાટા પાવરે પોતાની ૪૦૦૦ મેગાવોટની મુન્દ્રા અલ્ટ્રા મેગા વિજળી પરિયોજનામાં ૫૧ ટકા હિસ્સો વેચવા માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમનો સંપર્ક કર્યો હતો પરંતુ ગુજરાત સરકારે આવી કોઈ હિસ્સેદારી ખરીદવાનો ઈન્કાર કરી દીધો છે. આ પ્રકારના જ સોદાની અપેક્ષા અદાણી પાવર અને એસ્સાર પાવરની પણ હતી પરંતુ એમને પણ ગુજરાત સરકારે ઈન્કાર કરી દીધો છે. આમ ટાટા અને અદાણી બન્નેને મુન્દ્રાની પરિયોજનાઓ માટે કોઈ રાહત મળવાની નથી.
કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે આ મામલામાં કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા કે જવાબદારી બનતી નથી અને એમાં દખલ દેવાનો અમારો ઈરાદો પણ નથી. રાજ્ય સરકાર અને બેક્નોએ આ પ્રશ્ર્નનો નિવેડો લાવવાનો છે. જો વાતચીતમાં મધ્યસ્થતાની જર પડશે તો કેન્દ્ર સરકાર તેમાં મદદ કરશે.