દેશની મોટી વાહન નિર્માણ કંપની ટાટા મોટર્સે રવિવારે તેની હેચબેક કાર ટિયાગોનું નવું મોડલ રજુ કર્યું છે. આ કારની કિંમત 4.79લાખ રાખવામાં આવી છે. ટાટા ટિયાગોના નવા મોડેલમાં ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન(AMT) ટેકનીક જોડાયેલી છે.
કંપનીના કહેવા મુજબ AMTના ગ્રાહકો સુધી સારી સગવડતાની ખાતરી આપવા માટે ટાટા મોટર્સે હવે AMTનું નવું મોડલ ફક્ત 4.79લાખ રૂપિયામાં રજુ કર્યુ છે. લોકો ટિયાગો પસંદ કરી રહ્યા છે અને તેની માંગ વધતા આ મોડેલ રજુ કરવામાં આવ્યું છે. આ કાર ભારે ટ્રાફિક અને પાર્કિંગ દરમિયાન પણ તેની સ્પીડ સરળ બનાવે છે.
હવે ઓટોમેટીક કારની ડિમાન્ડ વધી રહી છે અને ટાટા મોટર્સે આ માંગને ધ્યાનમાં લઈને ટિયાગોનું નવું મોડેલ રજુ કર્યું છે.