નાણાં મંત્રાલયે જુલાઈથી લાગુ થનારા જીએસટી અંતર્ગત ટેક્સમાં છૂટનો લાભ ગ્રાહકોને આપવા માટે ટેલીકોમ કંપનીઓને ખર્ચને રિસ્ટ્રક્ચર કરવા અને ટેરિફ વેલ્યૂમાં ઘટાડો કરવા કહ્યું છે. જીએસટી કર વ્યવસ્થા અંતર્ગત ટેલીકોમ સેવાઓ પર ૧૮ ટકા ટેક્સ લાગશે. સેવા આપનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકે છે, જેથી દરનો પ્રભાવ ઓછો થશે.
મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ટેલીકોમ કંપનીઓએ પોતાનો ખર્ચ અને અનપુટ ટેક્સ ક્રેડિટની ઉપલબ્ધતા પર ફરીથી કામ કરવાની અને પોતાના રેટને રિસ્ટ્રક્ચર કરવાની જરૃરીયાત છે જેથી તેની ક્રેડિટની ઉપલબ્ધતાનો લાભ તેના ગ્રાહકોને મળે. હાલમાં ટેલીકોમ સેવાઓ પર ૧૪ ટકા સવિર્સ ટેક્સ સાથે સ્વચ્છ ભારત સરચાર્જ તથા કૃષિ કલ્યાણ સરચાર્જ ૦.૫ ટકા લાગે છે.
નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર, તેની વિપરીત ટેલીકોમ સંવાઓ પર જીએસટી વ્યવસ્થામાં ૧૮ ટકા જીએસટી લાગશે. આ સ્પષ્ટ રીતે વેલ્યૂ એડેડ ટેક્સ છે, કારણ કે ટેલીકોમ સેવાઓ આપનાર કારોબાર દરમિયાન ઉપયોગમાં લેનાર કાચા માલ પર પૂર્ણરીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં ટેલીકોમ સેવાઓ આપનારને ન તો વસ્તુઓ પર આપવામાં આપતા વેટ અને ન તો આયાત કરવામાં આવેલ વસ્તુઓ એસએડીના ક્રેડિટના હકદાર છે. જોકે જીએસટી અંતર્ગત તે ઘરેલુ સ્તર પર ખરીદવામાં આવેલ સામાનની સાથે આયાત કરવામાં આવેલ વસ્તુઓ પર કરવામાં આવેલ આઈજીએસટી પેમેન્ટના બદલામાં ક્રેડિટ મેળવશે. મંત્રાલય અનુસાર, કેટલાક અંદાજ પ્રમાણે વધારાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ ટેલિકોમ ઉદ્યોગના કારોબારના ૨ ટકા હશે.