નવી દિલ્હીઃ ભારતમાં આજે 1લી માર્ચથી ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી શરૂ થઇ છે. સ્પેક્ટ્રમ હરાજીના પ્રથમ દિવસે સરકારને 77,146 કરોડ રૂપિયાની બીડ પ્રાપ્ત થઇ છે. આ બીડ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા તરફથી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં 5 વર્ષ બાદ સ્પેક્ટ્રમની હરાજી થઇ રહી છે. એક સમયે ભારતના ટેલિકોમ સેક્ટરમાં લગભગ 10 જેટલી કંપનીઓ હતી જો કે નવી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોઓના વર્ષ 2016માં આગમન બાદ કટ્ટર હરિફાઇને પગલે ટેલિકોમ કંપનીઓની સંખ્યા ઘટીને 4 રહી ગઇ છે જેમાં સરકારી ટેલિકોમ કંપનીએ એક માત્ર બીએસએનએલ છે. સોમવારથી શરૂ થયેલી નવી હરાજીમાં 2250 MHzથી વધારે ટેલિકોમ સ્પેક્ટ્રમ ઓફર કરવામાં આવ્યા છે. આ સ્પેક્ટ્રમ 7 બેન્ડના છે અને રિઝર્વ કે સ્ટાર્ટ પ્રાઇસ પર તેની કુલ કિંમત લગભગ 4 લાખ કરોડ રૂપિયા છે. રિઝર્વ પ્રાઇસનો અર્થ છે કે આ કિંમત કરતા ઓછા ભાવે બીડ કરી શકાશે નહીં.
ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે, ઓક્શનના પ્રથમ દિવસે 77146 કરોડ રૂપિયાની મૂલ્યના સ્પેક્ટ્રમની માટે બીડ પ્રાપ્ત થઇ છે. પરંતુ 700 અને 2500 MHz બેન્ડમાં એક પણ બીડ પ્રાપ્ત થઇ નથી. સ્પેક્ટ્રમની હરાજી મંગળવારે પણ ચાલુ રહેશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2016ની સ્પેક્ટ્રમ હરાજીમાં પણ 700 MHz બેન્ડની માટે પણ એક પણ બીડ આવી ન હતી. આજે સોમવારે 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz અને 2300 MHz બેન્ડના સ્પેક્ટ્રમની માટે બીડ મળી છે. સરકારે જેટલા પણ સ્પેક્ટ્રમ ઓફર કર્યા છે, તેમાંથી લગભગ એક તૃત્યાંશ સ્પેક્ટ્રમ 700 MHz બેન્ડના છે. હાલની સ્પેક્ટ્રમ હરાજીમાં 3300-3600 મેગાહર્ટ્ઝની ફિક્વન્સી શામેલ નથી. આ સ્પેક્ટ્રમ 5G સર્વિસની માટે ઉપયોગમાં લેવાય છે. તેની માટે પાછળથી હરાજીનું આયોજન કરવામાં આવશે.
નિષ્ણાંતોનું માનવુ છે કે, 700 MHz બેન્ડના સ્પેક્ટ્રમની માટે એટલા માટે બીડ પ્રાપ્ત થઇ નથી કારણ કે ટેલિકોમ કંપનીઓ નવા સ્પેક્ટ્રમ બેન્ડમાં બિઝનેસનું વિસ્તરણ કરવા ઇચ્છતી નથી. આવી એટલા માટે, કારણ કે તેનાથી નવા ઉપકરણો પાછળ તેમનું ખર્ચ ઘણુ વધી જાય છે. બીજી કારણ એ પણ છે કે અન્ય બેન્કના સ્પેક્ટ્રમ થોડાંક ઓછી કિંમત મળી રહ્યા હતા.
ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજીનો આ છઠ્ઠો તબક્કો છે. તેમાં 3.92 લાખ કરોડ રૂપિયાની મૂલ્યના 2,251.25 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમને હરાજી માટે મુકવામાં આવ્યા છે. તેમાં મોબાઇલ સર્વિસની માટે 7 ફિક્વન્સી બેન્ડ 700 મેગાહર્ટઝ, 800 મેગાહર્ટઝ, 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2300 મેગાહર્ટ્ઝ અને 2500 મેહાહર્ટ્ઝમાં સ્પેક્ટ્રમની હરાજી થઇ રહી છે.