સરકાર દ્વારા અન્ય જુદી જુદી જાતના કરવેરા દૂર કરી સરળ એક સમાન કર વ્યવસ્થાના નામે અમલમાં આવી રહેલા જીએસટીમાં ટેલિફોન, મોબાઈલ સહિતની સંદેશા વ્યવહાર સેવામાં 18 ટકા જીએસટી ઝીંકીને 3 ટકાનો તોતીંગ વધારો ઝીંકાયો છે.
જીએસટીની અમલવારીથી લેન્ડલાઈન ટેલિફોન, બ્રોડબેન્ડ-ઈન્ટરનેટ, વાઈફાઈ, પોસ્ટપેઈડ મોબાઈલ સેવા ધારકોના બિલમાં 3 ટકા વધારાનો બોજ આવશે. તા.1લી જુલાઈથી અમલી બનનાર ગુડઝ એન્ડ સર્વિસ ટેકસમાં સંદેશાવ્યવહાર સેવામાં 18 ટકા જીએસટી નાખવામાં આવ્યો છે. અગાઉ 15 ટકા જ સર્વિસ ટેકસ હતો. તેમાં હવે જીએસટીના નામે 3 ટકાનો વધારો કરાયો છે. મોબાઈલ ડેટા વગેરેની પ્રિપેઈડ સેવાઓમાં પણ હવે રિચાર્જ વાઉચર મોંઘા થશે.