અત્યાર સુધી દર્દીઓ પાસેથી રોકડેથી જ ફી લઇને નિદાન કરતાં અને ઇનકમ ટેક્સને ઓછી આવક બતાવીને કરચોરી કરતાં ખાનગી તબીબોએ પણ હવે કાર્ડ સ્વાઇપ મશીન રાખવા પડી શકે છે. ડોક્ટરોએ આ મશીનો પહેલી એપ્રિલ સુધીમાં વસાવી લેવા પડશે તેમજ બેન્ક પાસેથી ખરાઇનું સર્ટિફિકેટ પણ લેવું પડશે. જાતેઓ એવું નહીં કરે તો તેમના લાઇસન્સ રિન્યૂ ન થાય તેવી નોબત પણ આવી શકે છે. એટલું જ નહીં, ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટોર્સે પણ રૂપિયા ૫૦૦૦થી
વધુના વ્યવહારો પ્લાસ્ટિક મનીથી જ કરવા પડશે. આ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મેડિકલ કાઉન્સલ ઓફ ઇન્ડયાને પત્ર લખીને નિર્દેશ આપ્યો છે.વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મેડિકલ કાઉન્સલ ઓફ ઈન્ડયા (એમસીઆઇ)ને પત્રમાં નિર્દેશ કર્યો છે કે, એમસીઆઈમાં નોંધાયેલા તમામ ડોક્ટર્સને પહેલી એપ્રિલ સુધી પોતાના પ્રાઇવેટ ક્લીનીકમાં દર્દીઓ પાસેથી પેમેન્ટ સ્વીકારવા સ્વાઇપ મશીન ફરજીયાત વસાવી લેવા આદેશ કરવામાં આવે.ઉપરાંત તેમની પાસેથી સ્વાઇપ મશીન લગાડ્યું હોવાની ખરાઈ કરવા માટે બેંક સર્ટિફિકેટ પણ માંગવામાં આવે. આમ કરવામાં ડોક્ટર નિષ્ફળ રહે તો તેની સામે લાઈસન્સ રિન્યૂ ન કરવા સુધીનાં પગલાં લેવામાં આવે.સૂત્રો કહે છે કે, ડોક્ટરો પાસે મોટા પ્રમાણમાં બેનામી મિલકત અને રોકડ હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું. પ્રાઇવેટ ક્લિનિકમાં ડોક્ટર્સની ઓપીડીમાં આવતા દર્દીઓ પાસેથી લેવાતા ચાર્જસનું બિલિંગ નથી હોતું. એ કારણથી આઈટી રિટર્ન ભરતી વખતે ડોક્ટર્સ ગોટાળા કરી શકે છે. ધીકતી પ્રાઇવેટ પપ્રેક્ટિસ કરતા ડોક્ટરો હિસાબી ચોપડે દર્દીઓની કુલ સંખ્યાના ૨૦થી ૪૦ટકા જેટલી સંખ્યા દશર્વિી બાકીના દર્દીઓનો ટેક્સ ભર્યાવગર કાળું
નાણું એકત્ર કરતા હોવાની બાબતને ધ્યાને રાખી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ડોક્ટર્સ પોતાના કર્મચારીઓને પગાર રોકડમાં નહીં, પણ ફરજીયાત સેલેરી બેંક અકાઉન્ટમાં ચૂકવે તેમ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.વધુ પારદર્શકતા માટે ડોક્ટરે કર્મચારીના સેલેરી એકાઉન્ટમાં પગાર જમા કરાવ્યા બાદ કર્મચારી પાસેથી એફિડેવિટ કરાવવાની રહેશે. નર્સિંગ હોમ અને ખાસ કરીને જે ડોક્ટર્સના ક્લિનિકમાં ૧૦ કર્મચારી કરતા વધારે કામ કરતા હશે તેમના પગારની વિગતોનો હિસાબ લેબર કમિશનરને આપવો પડશે. આ અંગે ચકાસણી કયર્િ બાદ લેબર કમિશનર જે તે ડોક્ટર માટે ભલામણ પત્ર આપશે જેને એમસીઆઈમાં જમા કરાવાનું રહેશે અને તો જ લાઇસન્સ રિન્યૂ થશે. પાંચ હજાર રૂપિયા ઉપરનો રોકડ વ્યવહાર ડોક્ટર અથવા મેડિકલ સ્ટોર કરી શકશે નહીં. તમામ વ્યવહાર ફરજીયાત પ્લાસ્ટિક મની સ્વીકારી સ્વાઇપ મશીન દ્વારા કરવાનો રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.