નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટમાં ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. એનડીટીવીએ સૂત્રોના આધારે આ અંગે આજે એટલે કે બુધવારે જાણકારી આપતા કહ્યું છે કે, કેબિનેટે ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચી લેવાના બિલને મંજૂરી આપી દીધી છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
જો કે, પીએમ દ્વારા કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત છતાં, ખેડૂતો અત્યારે તેમના આંદોલનને સમાપ્ત કરવા તૈયાર નથી. લખનૌમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં ખેડૂતોએ કહ્યું કે ખેતીના કાળા કાયદાને પરત કરવા તે પૂરતું નથી, જ્યાં સુધી MSP ગેરંટી કાયદો લાગુ કરવામાં નહીં આવે અને પહેલેથી જ તૈયાર કરાયેલા ખેડૂત વિરોધી બિલને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.