નવા વર્ષની ઉજવણી આવી રહી છે.આ નવા વર્ષેમાં લોકો કરફ્યૂ વચ્ચે નવુ વર્ષ અને ક્રિસમસ નો તહેવાર ઉજવશે એવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે એ મુજબ ક્રિસમસની ઉજવણી માટે પોલીસ કમિશનરે રાતે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી જ મંજૂરી આપી છે. આ 35 મિનિટની મંજૂરી 25 અને 31 ડિસેમ્બર સુધી જ પૂરતી જ છે કહેવાય છે કે નવા વર્ષમાં ફટાકડા ના ફોડીયે નવા નવા વર્ષની ઉજવણી અધૂરી લાગે છે પણ અહીંયા તો બીજું પણ જાહેર પડ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડશે તો ખરી પણ નિયોમોનું પાલન અનુસાર ફોડવામાં આવશે અને જો નિયમનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોધવમાં આવશે અને તેની ધરપકડ કરવામાં આવશે
દિવાળીની જેમ જ નવા વર્ષની ઉજવણીમાં પણ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં ફટાકડા ફોડવા, વેચાણ અને ઉત્પાદન માટે નિયમો મૂકાયા છે. ક્રિસમસની રાત્રે 11.55થી 12.30 વાગ્યા સુધી જ આતશબાજી કરી શકાશે. 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાત્રે 11-55થી 12-30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે સિરીઝમાં જોડાયેલા વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં તે સિવાય વિદેશી ફટાકડા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય હોસ્પિટલ નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં અમદાવાદ શહેર પોલીસ કમિશનરરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારિશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત જી.પી. એક્ટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
ફટાકડાને લઈને જાહેરનામું તો પાડ્યું છે પણ ક્લબ, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ કે હોટેલોમાં ડાન્સ પાર્ટી નહીં તે અંગે પોલીસ કમિશનરે કોઈ જાહેરનામું પાડ્યું નથી. આવે તે અંગે પોલીસ કમિશનરે કોઈ જાહેરનામું બહાર પાડ્યું નથી. દર વર્ષે શહેરમાં 70થી 80 જગ્યાએ યોજાતી ડાન્સ પાર્ટીમાંથી ચાલુ વર્ષે એક પણ આયોજકે મંજૂરી માગી નથી કે કોઈ તૈયારીઓ કરવામાં આવી નથી