તા. ૨૩ :ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આજે હવામાનમાં પલટા વચ્ચે ઘણી જગ્યાએ વરસાદ થયો હતો. બીજી બાજુ કચ્છમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી હતી. બીજી બાજુ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દિવના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી વાદળા રહ્યા બાદ આજે લોકોને ગરમીથી રાહત મળી હતી. વાતાવરણમાં પલટો આવ્યા બાદ પાટણમાં વરસાદની શરૂઆત થઇ હતી. બીજી બાજુ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બનાસકાંઠાના ધાનેરામાં વરસાદ પડ્યો છે. બીજી બાજુ મોટાનાયકા ગામે વિજળી પડતા બે પશુઓના મોત થયા છે. સરસ્વતી તાલુકાના વાગડોદમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. બીજી બાજુ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઇ છે. ધોધમાર વરસાદ પડતા લોકોને રાહત થઇ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.