દમણ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલોનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે. અશ્લીલ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દમણ દીવ ભાજપ અને રાજનેતાઓમાં ભુકંપ આવી ગયો છે. જોકે આ અંગે ગોપાલ ટંડેલ કઇ પણ કહેવાનું ટાળ્યું છે અને મૌન ધારણ કર્યુ છે.
રિપોર્ટ પ્રમાણે આ વીડિયો લગભગ 2 વર્ષ જૂનો બતાવવામાં આવી રહ્યો છે. જેમાં દેખાતી મહિલા સુરતની છે એમ કહેવાઇ રહ્યું છે. ગોપાલ ટંડેલ આ મામલે પોતે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તપાસ કરાવવાની વાત કહી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.