અમદાવાદમાં દહેજની માંગણીને લઈને પરિણીતા પર શારિરીક-માનસિક ત્રાસ આપવાની દરરોજ કોઈને કોઈ અનેક ઘટનાઓ સામે આવે છે એવી જ એક ઘટના અમરાઈવાડીમાં જોવા મળી છે જ્યાં પરિણીતાએ પતિ-જેઠ અને તેની નણંદ વિરુદ્ધ દહેજની માંગણી તેમજ શારિરીક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.મેળવેલી માહિતી અનુસાર શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પરિણીતા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પોતાના પિયરમાં રહે છે.
આજથી 7 વર્ષ પહેલા યુવતીના લગ્ન કોઈ યુવક સાથે થયા હતા. પરિણીતાએ જણાવ્યું કે જયારે હું લગ્ન કરીને આવી ત્યારે શરૂઆતના 6 મહિના સુધી બધુ જ સારુ ચાલતું હતું પણ 6 મહિના બાદ પરિણીતાનો પતિ-જેઠ અને નણંદ દહેજની માંગ કરવા લાગ્યા હતા તેમજ દરરોજ નાની-નાની બાબતો પર પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ આપતા હતા. પરિણીતા નું ઘરસંસાર ના બગડે તે માટે બધુ સહન કરતી હતી. સતત ત્રાસથી કંટાળીને અંગે પરિણીતા પોતાના પિયર માતા અને ભાઈઓ સાથે રહેવા જતી રહી હતી. જોકે તેના સાસરિયા તરફથી કોઈ તેને પાછું લેવા આવ્યું નહિ.
સાસરિયાઓ શારિરીક-માનસિક ત્રાસ જ યુવતી ખુબ ચિંતામાં રહેતી હતી ગઈકાલે બપોરના સમય યુવતી દૂધ લેવા માટે ઘરેથી નીકળી તો રસ્તામાં તેના જેઠે તેને રોકી હતી અને કહ્યું કે મારે મકાન બનાવવું છે તો તારા પિયરથી પૈસા લઈ આવ અથવા હાલમાં મને 10 હજાર રૂપિયા લઈને આપ અને તારે મારા ભાઈના ઘરે ન રહેવું હોય તો મારી સાથે આવી જા આ વાત કરતા જ પરિણીતા ગુસ્સો આવ્યો અને તેણે જેઠને બે લાફા મારી દીધા હતા. ત્યારબાદ ત્રાસથી કંટાળી તેણે ઉંદર મારવાની દવા પણ પી લીધી હતી. જોકે બાદમાં ઉલટી થઈ ગઈ હતી અને 108 દ્વારા એલજી હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ પરિણીતાએ તેના પતિ-જેઠ તેમજ નણંદ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે.