FCI વિભાગ અંતર્ગત રેશનિંગ ની દુકાનો ના લાઇસન્સ આપવામાં આવે છે કે જેના થકી ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને સસ્તા ભાવનું અનાજ મળે અને તેમની રોજી રોટી સલામતી રીતે ચાલે.પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં આ ગરીબોને મળતા અનાજ ના કાળા કારોબારીઓ એટલી હદે બેફામ બન્યા છે કે ગરીબો માટે આવતું અનાજ બારોબાર વેચી મારવાનું કામ કરી રહ્યા છે.અહીં વાત કરવામાં આવે તો મણિનગર,ઇસનપુર,ઘોડાસર,દાણીલીમડા સહિતના વિસ્તારની રેશનિંગ ની દુકાનોના માલિકો દ્વારા દાણીલીમડા બોમ્બે હોટલની પાછળના વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવતા રમેશ ચૌધરી ઉર્ફે રમેશ મારવાડી સાથે ઘરોબો રાખી FCI દ્વારા આપવામાં આવતો અનાજ નો જથ્થો બારોબાર રમેશ ચૌધરી ઉર્ફે રમેશ મારવાડી નામના શખ્સ ની અનાજ દળવાની ઘંટી ઉપર વેચી મારવાનું કૌભાંડ કરી રહ્યા છે અને તે અનાજ દળી ને નારોલ,દાણીલીમડા અને મણીનગરની ની જ હોટલોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે છતાં પણ દાણીલીમડા પોલીસ સ્ટેશનના ગણ્યા ગાંઠ્યા બની બેઠેલા પોલીસ કર્મચારીઓ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ મારવાડી ને છાવરતા હોવાથી તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને સાથે સાથે રેશનિંગ ની દુકાન ચલાવતા માલિકો ઉપર ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ વેપારીઓને કોઈપણ જાતનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.જો ગુજરાત નાગરિક પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા ભેગા થઈ આવા તત્વો ને પકડવામાં આવે તો મોટા પ્રમાણ માં કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
5
/ 100
SEO સ્કોર