સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 64 ઓમિક્રોન કેસો અને કોવિડ19 દર્દીઓ માટે હોમ આઇસોલેશન મેનેજમેન્ટને મજબૂત કરવા માટે હાઈ લેવલ બેઠક યોજી હતી. જેમાં કેજરીવાલ સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં માત્ર 50 ટકા લોકો જ હોટલ, બાર, રેસ્ટોરન્ટમાં જઇ શકશે ગુરુવારે દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો દેશ અને રાજ્યોમાં વધતા ઓમિક્રોન મહામારીના પગલે ગુજરાતમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક યોજી આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋતિકેશ પટેલ સહિત અનેક પદાધિકારીઓ રહ્યા હતા હાજર જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોનને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે. બેઠકમાં ઓમિક્રોનની પ્રવર્તમાં સ્થિતિને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે. ત્યારે દૈનિક સ્ટેસ્ટિંગની માત્રા વધારીને રોજ 70 હજાર ટેસ્ટિંગ કરવામાં આવે તેવા મુખ્યમંત્રી દ્વારા નિર્દેશ પણ કરવામં આવ્યા છે. તેમ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ કરવામાં આવે તે બાબતને લઈને ખાસ આ વાત પર ભાર આપવામાં આવ્યો છે જોડે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.
”આ રાજ્યોમાં ઓમિક્રોનનો ઓછાયો”
ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના 236 કેસ નોંધાયા છે, જેમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા હતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન’ વેરિયન્ટના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, ગુજરાતમાં 23, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે.