દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને એક નોટિસ આપી છે, જેમાં રાહુલ ગાંધીને પીડિતાઓની વિગતો શેર કરવા કહેવામાં આવ્યું છે જેમણે જાતીય સતામણીની ફરિયાદ રાહુલ ગાંધીને કરી હતી. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના નિવેદનની નોંધ લેતા દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને કેટલાક સવાલો પૂછ્યા છે અને તેમની પાસેથી જવાબ માંગ્યા છે.
રાહુલ ગાંધીએ લીધી નોટિસ
હકીકતમાં, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ શ્રીનગરમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મેં સાંભળ્યું છે કે મહિલાઓનું જાતીય શોષણ અને શારીરિક શોષણ થાય છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી પાસે પીડિતોની વિગતો માંગી છે જેથી તેમને સુરક્ષા આપી શકાય. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં કહ્યું હતું કે તેમને મહિલાઓના યૌન ઉત્પીડનની ફરિયાદો મળી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની ટીમ આ સંદર્ભમાં નોટિસ આપવા માટે રાહુલ ગાંધીના ઘરે ગઈ હતી. આ નોટિસ ખુદ રાહુલ ગાંધીએ લીધી છે.
દિલ્હી પોલીસ દ્વારા રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવ્યા બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર રાહુલ ગાંધીના સવાલોથી બઘવાઈ ગઈ છે અને પોલીસની પાછળ છુપાઈ રહી છે. પાર્ટીએ ટ્વીટ કર્યું, “અમે કાયદા મુજબ યોગ્ય સમયે આ નોટિસનો જવાબ આપીશું. આ નોટિસ એ વાતનો પુરાવો છે કે સરકાર ગભરાટમાં છે. આ નોટિસ લોકશાહી, મહિલા સશક્તિકરણ, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વિપક્ષની ભૂમિકાને નબળી પાડવાનો નવીનતમ પ્રયાસ પણ છે.”
રાહુલ ગાંધીના નિવાસસ્થાન પાસે પોલીસકર્મીઓની હાજરીની તસવીરો શેર કરતા કોંગ્રેસે દાવો કર્યો કે, “તસવીરો સાક્ષી છે કે સરમુખત્યાર ડરી ગયો છે.” મુખ્ય વિપક્ષી દળનો આરોપ છે કે, “અદાણી સાથે પીએમ મોદીના સંબંધો પર રાહુલ ગાંધીના સવાલોથી બઘવાઈ ગયેલી ગયેલી સરકાર પોલીસની પાછળ છુપાઈ રહી છે.” કોંગ્રેસે કહ્યું, “ભારત જોડો યાત્રાના 45 દિવસ પછી, રાહુલ ગાંધીજીને દિલ્હી પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેમાં એ મહિલાઓની જાણકારી માંગવામાં આવી છે જે તેમને મળી અને પોતાના ઉત્પીડન વિશે વાત કરી.