રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પર એક શંકાસ્પદ બેગ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બેગમાંથી સુરક્ષા એજન્સીઓને RDX મળ્યો છે. શંકાસ્પદ બેગ મળ્યાની માહિતી બાદ તરત જ પોલીસે બેગને કબ્જામાં લઇ લીધી છે.
Delhi: Security tightened at Terminal 3 of Indira Gandhi International Airport after a suspicious bag was spotted in the Airport premises. pic.twitter.com/7CkuNqJbCs
— ANI (@ANI) November 1, 2019
સીઆઇએસએફના મતે શુક્રવારે વહેલી સવારે એક વાગ્યે પિલર નંબર 4ની એન્ટ્રી પાસેથી એક શંકાસ્પદ બેગ મળી. તેને સીઆઈએસએફના કોન્સ્ટેબલ વીકે સિંહ જોઇ ગયા. બેગને કબ્જામાં લઇ ઇવીડી તપાસ કરાઇ. આ દરમ્યાન બેગની અંદરથી આરડીએક્સ મળ્યો. ડોગ સ્કવોડની ટીમે પણ બેગની તપાસ કરી. આરડીએક્સ મળ્યા બાદ તરત બોમ્બ સ્કવોડને બોલાવી લીધી અને પેસેન્જર્સની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને સવારે 3 વાગ્યે ફરીથી શરૂ કરી દીધો.
તપાસમાં લાગી ગઇ પોલીસ
એરપોર્ટ પર શંકાસ્પદ બેગ મળતા પેસેન્જર્સમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ ટર્મિનલ 3ની સામેનો રોડ બંધ કરી દેવાયો. એરપોર્ટ પર લોકોને ટર્મિનલ-3માંથી બહાર નીકળવાની મંજૂરી નહોતી. જો કે હજુ એ વાતનો ખુલાસો નથી થયો કે બેગમાં શું સામગ્રી છે. પોલીસ અત્યારે ઘટનાની તપાસમાં લાગી ગયું છે.