ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મ પ્રમાણે ગુજરાત માં દિવાળી એટલે વર્ષ નો છેલ્લો દિવસ આ દિવસે ગુજરાત ના વેપારીયો માટે ખુબ મહત્વ નો હોય છે. ગુજરાત ના દરેક નાના માં નાના કારખાના થી માંડી ને મોટા માં મોટી કંપની નો માલિક તે દિવસે સારું મુર્હુત જોઈ ને તેના હિસાબ ના ચોપડા ની પૂજા કરે છે . પહેલા તો વેપારીયો તેમના નામા માં પારમ્પરિત લાલ ચોપડા ની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે અકબંધ જોવા મળે છે બાકી તો હાલ ના કમ્પ્યુટર નાં જમાના માં વેપારીઓ પણ લાલ ચોપડા નું સ્થાન લેપટોપ ને આપીજ દીધું છે પણ છતા તેમનો પૂજા ભાવ તો પહેલાના જેવો પવિત્ર જ રહયો છે. આ દિવાળી એટલે તેમના ધંધાના ચોપડા નું પૂજન કરી ને સારું મુર્હુત જોઈ આખા વર્ષ દરમિયાન થયેલા લાભ ને પૂજન કરી ને તે વર્ષ ની છેલ્લી વસ્તી કરે છે ને ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક શુદ એકમે અથવા પાંચમે કે પછી સાતમ ના દિવસ થી પોતાનો રાબેતા મુજબ નો ધંધો શરુ કરે છે.
નવા વર્ષમાં ચોપડા ખરીદવા નાં મુહુર્ત
આસો વદ – ૬, શનિવાર
તારીખ- ૦૭/૧૧/૨૦૨૦ (પુષ્ય નક્ષત્ર)
સવારે ૦૮:૧૩ થી ૦૯:૩૬
બપોરે ૧૨:૨૩ થી ૦૪:૩૩
સાંજે ૦૫:૫૭ થી ૦૭:૦૦
આસો વદ – ૭, રવિવાર
તારીખ: ૦૮/૧૧/૨૦૨૦
સવારે ૦૮:૧૫ થી ૦૮:૪૫
રવિ પુષ્ય નક્ષત્ર સવારે ૦૮:૪૫ સુધી છે.
એકાદશી
આસો વદ-૧૧, બુધવાર
તારીખ: ૧૧/૧૧/૨૦૨૦
વાઘબારસ
આસો વદ-૧૨, ગુરુવાર
તારીખ: ૧૨/૧૧/૨૦૨૦
ધનતેરસ, લક્ષ્મી પૂજા, કુબેર પૂજા
આસો વદ-૧૩, શુક્રવાર
તારીખ: ૧૩/૧૧/૨૦૨૦
સવારે ૦૬:૫૪ થી ૧૧:૦૩
બપોરે ૧૨:૨૪ થી ૦૧:૪૬
સાંજે ૦૪:૩૨ થી ૦૫:૫૪
રાત્રે ૦૯:૦૯ થી ૧૦:૪૭
કાળી ચૌદશ
આસો વદ – ૧૩, શનિવાર
તારીખ: ૧૩/૧૧/૨૦૨૦
ચૌદશ તિથિ સાંજે થી શરૂ થશે
ચૌદશ માં રાત્રી પૂજન નું મહત્વ હોવાથી
કાલી પૂજા, હનુમાન પૂજા, યંત્ર પૂજા
૦૫:૫૮ થી ૧૦:૪૭ સુધી કરવી ઉત્તમ ગણાય છે
દિપાવલી – લક્ષ્મી પૂજા – ચોપડા પૂજન
આસો વદ-૧૪ શનિવાર
૧૪/૧૧/૨૦૨૦
બપોરે ૦૨:૧૭ થી દિપાવલી શરું થતી હોવાથી શારદા પૂજન કરવું
ચોઘડિયા મુજબ
બપોરે ૦૨:૧૮ થી ૦૪:૩૨
સાંજે ૦૫:૫૪ થી ૦૭:૩૨
રાત્રે ૦૯:૦૯ થી ૧૨:૫૪
ગોધુલી લગ્ન
સાંજે ૦૫:૫૪ થી ૦૭:૩૨
નિશિથ કાલ ઉત્તમ છે.
સ્વાતિ નક્ષત્ર યુક્ત મુહુર્ત ઉત્તમ છે
સ્થિર લગ્ન મુજબ
બપોરે ૦૧:૫૪ થી ૦૨:૪૭ કુંભ લગ્ન
સાંજે ૦૫:૫૮ થી ૦૭:૫૫ વૃષભ લગ્ન
રાત્રે ૦૦:૨૯ થી ૦૨:૪૦ સિંહ લગ્ન
*સંવત ૨૦૭૭ નૂતન વર્ષ
તારીખ ૧૫/૧૧/૨૦૨૦ રવિવાર પડતર દિવસ રેહશે*
બેસતું વર્ષ
કારતક સુદ-૧ સોમવાર
તારીખ ૧૬/૧૧/૨૦૨૦
બેસતું વર્ષ અનુરાધા નક્ષત્ર, રવિ યોગ
સવારે ૦૫:૫૮ થી ૦૭:૦૭ સુધી છે.
ભાઈ બીજ
બીજ નો ક્ષય હોવાથી ભાઈ બીજ
તારીખ ૧૬/૧૧/૨૦૨૦ ના રોજ સોમવારે મનાવવી.
લાભ પાંચમ
કારતક સુદ-૫ ગુરુવાર
તારીખ ૧૯/૧૧/૨૦૨૦
સવારે ૦૬:૫૭ થી ૦૮:૨૦
સવારે ૧૧:૦૩ થી ૦૩:૦૯ (બપોરે)