મુંબઇઃ LICની વીમા પોલિસીધારકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યાં છે. LIC હવે વધારે હાઇટેક બની રહી છે જેનાથી વીમા પોલિસી ધારકો કોઇ પણ બ્રાન્ચમાંથી તેમનું ક્લેઇમ સેટલમેન્ટ કરી શકશે. હવે વીમા પોલિસીધારકોને ક્લેઇમ સેટલમેન્ટ માટે હોમ બ્રાંચ જવું નહીં પડે.
સમગ્ર દેશમાં પાન ઈન્ડિયા ક્લેમ સેટલમેન્ટની સુવિધા શરૂ થવાથી ગ્રાહકોને બહુ જ મોટી સમસ્યાનો અંત આવી જશે. મુશ્કેલ સમયમાં ગ્રાહકો દેશની કોઈ પણ એલઆઈસી શાખામાંથી પોતાના વીમાનો ક્લેમ સેટલમેન્ટ માટે આવેદન કરી શકે છે. તે સિવાય ગ્રાહકોની સુવિધા માટે My LIC APP ની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી ગ્રાહકોને એક જ સ્થાન પર પોલિસી સ્ટેટસ, લોન સુવિધા અને સરેન્ડર વેલ્યુની જાણકારી મળશે.
LICમાં હાલમાં તે વ્યવસ્થા છે કે જે બ્રાંચમાંથી પોલિસી લેવામાં આવે છે. ગ્રાહકોને તે જ બ્રાંચમાં જઈને ક્લેમ સેટલમેન્ટ માટે આવેદન કરવાનું રહે છે. તેવામાં ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટની સુવિધા LICની ઘણી શાખાઓમાં છે. પરંતુ તે સમગ્ર દેશમાં નથી. જ્યારે LICના ક્લેમ સેટલમેન્ટની સુવિધા સમગ્ર દેશમાં શરૂ થઈ જશે ત્યારે ગ્રાહકોની ઘણી મોટી સમસ્યાનો અંત થઈ જશે. રોજગારના મુદ્દા ઉપર પણ LIC કામ કરી રહી છે. મળતા અહેવાલો પ્રમાણે એક રિક્રુટમેન્ટ એજન્સી પર કામ ચાલી રહ્યું છે. આ સંબંધમાં તમામ મંડળ પ્રબંધકોને નિર્દેશ જાહેર કરી દેવાયો છે. જેથી કરીને વધારેમાં વધારે લોકોને રોજગારનું માધ્યમ LIC બને.
આજના સમયમાં દરેક ચીજવસ્તુઓનો વિમા કરવામાં આવી રહ્યો છે. જીવનથી લઈને વાહન, વસ્તુ અને મોબાઈલ સુધીનો વિમો કરવામાં આવે છે. જીવન વિમાના ક્ષેત્રમાં એલઆઈસી નંબર એક ઉપર છે અને નવી તરક્કી કરી રહ્યું છે. જાણકારી પ્રમાણે જીવન વિમાના કુલ ગ્રાહકોમાંથી આશરે 70 ટકા ભારતીય જીવન વિમાન નિગમની પાસે છે જ્યારે બાકીના 30 ટકા બીજી કંપનીઓની પાસે છે.