ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૧૨માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. જાેકે તેમ છતાં દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૧૯ નવા કેસ નોંધાયા છે અને ૧૫૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૮૨૫૧ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૪.૭૪૨ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૦૩૯ કેસ નોંધાયા છે અને ૧૧૨ સંક્રમિતોના મોત થયા છે. બુધવાર, ૮ ડિસેમ્બરે ૮૪૩૯ કેસ અને ૧૯૫ લોકોના મોત થયા હતા. મંગળવાર, ૭ ડિસેમ્બરે ૬૮૨૨ નવા કેસ નોંધાયા હતા અને ૨૨૦ સંક્રમિતોના મોત થયા હતા. સોમવાર, ૬ ડિસેમ્બરે ૮૩૦૬ નવા કેસ નોંધાયા હતા અને ૨૨૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૦,૩૯,૩૨,૨૮૬ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૮૦,૮૬,૯૧૦ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૮૯,૮૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.