ધારી-બગસરાના ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા ની રજુઆત થી ચલાલા માં ભૂગર્ભ ગટરના ગંભીર પ્રશ્નોનું નિરાકરણ થયેલ..¡
ચલાલા શહેરના વોર્ડ નંબર પાંચમાં ઘણા મહિના થી જુનો અંડર ગ્રાઉન્ડ ગટર ચોકપ નો પ્રશ્ન હતો તેનો ઉકેલ ઘણા સમયથી પ્રયાસ કરવા છતાં આવતો ન હતો તો ચલાલા નું ગૌરવ એવા આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા અને ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કોકીલાબેન કાકડીયા ના માર્ગદર્શન નીચે આજે વોર્ડ નંબર 5 નો વર્ષો જૂનો પ્રશ્ન હલ થયેલ છે….
ચલાલા શહેરના હુડકો બે-ખોડીયાર નગર-દાનગીગેવ નગર-મફત પ્લોટ-તળાવ વિસ્તાર માં છેલ્લા ઘણા મહિનાથી મોટી ચેમ્બર કુંડી અને નાની હાઉસિંગ કુંડી અને રહેણાંક વિસ્તારોમાં ખરાબ પાણી છલકાવાના અને પીવાના પાણીમાં ભૂગર્ભ પાણી મિક્સ થતા પ્રશ્નો આવતા હતા ગટરના પાણી બજારો રહેણાંક વિસ્તારોમાં પાણી છલકાતા હોય તે વિષયની રજૂઆત નગરપાલિકામાં અનેક વખત લેખિતમાં મૌખિક તેમજ ચીફ ઓફિસર સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત વોર્ડ નંબર પાંચ ના પૂર્વ સદસ્યો કરતા પરંતુ નગરપાલિકા આંખ આડા કાન કરી આ વિષય ઉપર ધ્યાન નો આપતાં પછી આ વિષયની ધારી-બગસરા ના લોકપ્રિય ધારાસભ્ય જેવી ભાઈ કાકડીયાને રજૂઆત કરતા ની સાથે જ વહીવટદાર તેમજ ચીફ ઓફિસર સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરેલ અને આ ગંભીર પ્રશ્નનો વહેલાસર નિરાકરણ થાય તેવી સૂચના આપી હતી….અને બીજા દિવસે બગસરા નગરપાલિકાની પ્રેસર ની ગાડી તેમજ ચલાલા નગરપાલિકાના સ્ટાફ દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી….જુનો અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર ચોકપ નો પ્રશ્ન સોલ થતા વોર્ડ નંબર 5 ના તમામ પૂર્વ સદસ્યશ્રીઓ તેમજ મતદાર ભાઈઓ એ ધારાસભ્યશ્રીનો ખુબ ખુબ આભાર માનેલ હતો….