આજે ઈદ હોઈ સર્વ મુસ્લિમ ભાઈઓ ખુશીથી એકબીજાને ગળેમળી ઈદ ની બાધાઈઓ આપતા હોઈ છે પરંતુ એવું તો શું બન્યું કે મુસ્લિમ ટોળાએ વલસાડ નગરપાલિકા પ્રમુખ નો ઘેરાવો કરી પોતાની રજુઆતો કરવી પડી …
મિત્રો બન્યું એવું કે છેલા ઘણા સમય થી વલસાડ નગરપાલિકા દ્વારા પાણી બાબતે વલસાડ ના ઘણા વિસ્તારો માં કચકચ થઇ રહી છે મોટાભાગના વિસ્તારો માં પાણી સમયસર નથી આપવામાં આવી રહ્યું આજે પણ સવાર થી અમુક વિસ્તારો માં પાણી ની કિલ્લત ઉભી થતા સવાર સવાર માં નાહવાધોવાની ખુબજ મુશ્કેલી થઇ રહી હતી જે ગુસ્સો પાલિકા પ્રમુખ રસ્તામાં ભટકતા લોકો એ એમના પર ઉતાર્યો હતો ….
પાલિકા પ્રમુખ ની બોખલાહત એમની વાતો માં સ્પષ્ટ સાંભળી શકાતી હતી એમણે આ બાઈલો જેવા શબ્દો એકદમ સહજતાથી બોલ્યા હતા જે એક પ્રમુખ તરીકે ની માનમર્યાદા ને ન શોભે એવા હતા …
મિત્રો એક વાત ખરી કે ધીમે ધીમે વલસાડ પાલિકા પ્રમુખ પર લોકો નો ગુસ્સો વધી રહ્યો છે અને લોકો વલસાડ નગરપાલિકા ની કામગીરી થી અસંતુષ્ઠ થઇ રહ્યા છે જે આવનારા સમયમાં સત્તાપક્ષ માટે ખુબ નુકશાન કારક પુરવાર થશે એમાં કોઈ બે મત નથી ..
વલસાડ પાલિકા પ્રમુખ ની પોતાની પાર્ટી ના સભ્ય બાબતે ટિપ્પણી ખુબજ અફસોસ જનક છે ,એ બતાવે છે કે પ્રમુખશ્રી પોતાના સિવાય કોઈ ને ગણતા નથી .કદાચ ગુજરાત માં પક્ષાંતર નો કાયદો ની હોતે તો આ બેન પર એમની પાર્ટી ના સભ્યો જ અવિશ્વાસ દરખાસ્ત લઇ આવતે .છેલ્લા2 દિવસ થી વલસાડ માં પાણી નથી આવતું,
તમામ ગૃહિણી પરેશાન બન્યા,
તહેવાર ના દિવસે પણ પાલિકા પાણી આપવામાં નિસ્ફળ
પાલિકા પ્રમુખ સોનલ બેન સોલંકી વોર્ડ નંબર 1 ના ભાજપ સભ્ય હિતેશ રાણા ને જાહેર માં બાઈલો છે. , કહેતા પાલિકા સભ્ય ના ઈજ્જત ના ધજાગરા ઉડ્યા.