રાજ્યમાં હવે સતત ઓમિક્રોન ને કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં જ વધુ એક ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે. જૂનાગઢમાં પણ હવે ઓમિક્રોનની દહેશત થઈ ગઈ છે જૂનાગઢમાં ઓમિક્રોનનો ઓહેલો કેસ સામે આવ્યો છે શહેરનાં મધુરમ વિસ્તારના રહેવાસીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. નાઇરોબીથી આવેલા પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મહત્વની વાત એ છે કે જૂનાગઢમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા જ તંત્રમાં ભારે દોડધામ થઈ રહી છે ગુજરાતમાં ઓમિક્રોન અને કોરોનાના વધતા જતા કેસો સામે સરકારની સફળતા થઇ છે. રાજ્યના
મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતો કોવિડ પ્રોટોકોલના ચૂસ્ત અમલ માટે આદેશજારી કર્યાસરકારે એવો આદેશ પણ કર્યો છે કે રાજ્યભરમાં 100 ટકા રસીકરણ ઝડપથી પૂર્ણ કરવામાં જિલ્લાઓ અને શહેરોમાં અધિકારીઓ સહયોગ કરે છે પ્રત્યેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી કોરોના નિયંત્રણની વ્યૂહરચનાની વિગતો પણ મેળવવામાં આવી છે.વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરવામાં આવી કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવાના પગલાંની સમીક્ષા તેમજ આદેશો કરવામાં આવ્યાં છે. રાજ્યની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
