કેવડિયામાં નાયબ કલેક્ટર દ્વારા
આદિવાસી સમાજ ઉપર થયેલી અભદ્ર ટિપ્પણીને લઈ હજુપણ હજુપણ આદિવાસી સમાજમાં રોષ જોવા મળતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે.
રાજ્યમાં આદિવાસી સમાજ ઉપર થયેલી ટિપ્પણીના પડઘા હવે જોવા મળી રહયા છે, કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિષે અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં કેવડિયા સજ્જડ બંધ રહયા બાદ નિલેશ દુબેના પૂતળા દહન સમયે પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણનો માહોલ થતા આદિવાસી સમાજનો આક્રોશ જોઇને પોલીસે પૂતળું સળગાવવા દીધું હતું. કેવડિયા એકતા મોલ પાસે આદિવાસી સમાજના આગેવાનો રસ્તા પર બેસી જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને પગલે આંદોલનકારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેએ CISFના અધિકારી સાથે વાતો કરીને આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતી ઓડિયો ક્લિપ વાઇરલ થતા આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા હતા.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કામ કરતા તમામ આદિવાસી કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી જતા માહોલ ગરમાયો છે.
દરમિયાન હજુપણ અહીં આદિવાસી સમાજમાં રોષ યથાવત રહેતા પોલીસ ગોઠવી દેવામાં આવી છે.