સત્યડે નોલેજ ડેસ્ક તા.17 : ભારત માં 35 ટકા કરતા પણ વધુ લોકો નોકરી કરી રહ્યા છે સાથે બેરોજગારીના આ દોરમાં આજે ઘણા લોકો ની નોકરીથી હકાલપટ્ટીની તલવાર માથા પર લટકી રહી છે કેટલાક લોકો નોકરીના અમુક કાયદાથી અજાણ હોવાના કારણે તેમની સીધી જ હકાલપટ્ટી કરી નાખવામાં આવે છે તે તો ઠીક છે પણ આજે અમે તમને શરૂઆતથી જ એટલે કે ઇન્ટરવ્યૂથી જ તમારા પક્ષ ના કાયદા જણાવી દઈએ
(1)ઇન્ટરવ્યૂ માં અંગત સવાલો પૂછી શકાતા નથી
જે human resource એટલેકે (HR) આ શબ્દથી દરેક નોકરીયાત માણસ પરિચિત જ હશે પણ શું તમને ખબર છે કે ઇન્ટરવ્યૂ દરમિયાન એચઆર એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર જે તે વ્યક્તિ તમને તમારા ધર્મ,આરોગ્ય તેમજ તમારા પર કોઈ પોલીસ કેશ છે કે નહિ આ પ્રકારના કોઈ પણ અંગત સવાલો પૂછવાનો અધિકાર નથી તેમજ તમને નોકરી પર રાખતા પહેલા તમારી કોઈ પણ જાતની અંગત માહિતી કે અન્ય કોઈ પણ પ્રકારની ની માહિતી કંપની મેળવી શકતી નથી પરંતુ આજના સમયમાં આ કાયદાને એટલુ મહત્વ અપાતું નથી.
(2)ઓફર લેટર તમને મળે એ ફરજીયાત નથી.ઘણા નવા નોકરી પર લાગેલા લોકો છાસ વારે ઑફર લેટરની માંગણી કંપની પાસે કરે છે પરંતુ ભારતીય કાયદાના અનુસાર અમુક રાજ્યો ને છોડી ને ઓફર લેટર ને ફરજિયાત કર્યો નથી ઓફર લેટર મળવાથી તમારી નોકરી પાક્કી થઇ જતી નથી પણ જો તમને ઓફર લેટર આપવામાં આવે છે તો એનો મતલબ એ પણ નથી થતો કે તમે અને કંપની એક બીજા સાથે બંધાય ગયા છો જો કામની સાથે તમે બોન્ડ કર્યો છે તો તમે કામની તેમજ અમુક કાયદાકીય નીચે આવી ગયા છો કોઈ પણ કંપની તમને બોન્ડ કરવા માટે જબરદસ્તી કરી શકતી નથી
(3)તમને નોકરી પર થી કડવા માટે નો નિયમ
કોઈ પણ કંપની તેમને નોકરી પરથી સ્વૈચ્છિક કે અસ્વૈચ્છિક કારણ થી જ નીકાળી શકે છે તમે જેતે કંપની માં નોકરી કરો છો પણ હવે તમને ત્યાંથી નોકરી છોડવી છે તો તમારા પર કંપની કોઈ પણ જાત નું દબાણ કરી શકે નહિ જયારે તમને કોલ લેટર આપવામાં આવે છે તેમાં તે વાત નો ઉલ્લેખ કરવામાં આવે છે કે તમે નોકરીપર થી નીકળતા પેહલા કંપની ને જણાવું પડશે કે તમે નોકરી ને ત્યાગવા માંગો છો જેથી તમારી જગ્યા પર કોઈ બીજી વ્યક્તિ ને રાખવાનો સમય કંપની ને મળે પણ જો નોકરી છોડવાના નોટિસ પિરિયડ દરમિયાન તમારા સિનિયર તમારી સાથે કોઈ પણ જાત નું તુચ્છ વલણ અથવા તો માનસિક દબાણ કરે તો તમે કાયદેસર ની કાર્યવાહી કરી શકો છો.
(4)રોજગાર કરાર એ કાયદાકીય છે.
રોજગાર કરાર એટલેકે એમ્પ્લોયમેન્ટ એગ્રીમેન્ટ તમને નોકરી પર રાખવાના સમયે જેતે કંપની ની જવાબદારી અને ફરજ હોય છે કે તમને કંપની ના રેગ્યુલેશન સમજાવે તેમજ તેમને નિયમો અને શરત થી પરિચિત કરાવે જો તમને નોકરી ના જોઈનીંગ સમય પછી પણ એમ્પ્લોયમેન્ટ એગ્રીમેન્ટ ન મળે તો તમે તમારા (HR) પાસે થી તેની માંગણી કરી શકો છો.
(5)રજા લેવી એ દરેક એમ્પ્લોય નો હક છે.
સામાન્ય રીતે દરેક એમ્પ્લોય ને રજા મળે તે ફરજીયાત છે પણ તમને એ નહિ જાણતા હોય કે તમને કયા પ્રકાર ની રજા માટે તમારી કંપની તમને રોકી શકતી નથી પ્રાસંગિક રજા:આ પ્રકારની રજા માટે કોઈ પણ જાતની આપાતકાલીન સ્થિતિ માટે હોય છે જેમાં તમે કોઈ પણ સમયે રજા લઇ શકો છો જેની ભારતીય બંધારણના લેબર લૉ માં જોગવાઈ થયેલી છે.સ્વાથ્ય માટે ની રજા : આ પ્રકારની રજા જયારે તમે બીમાર હો ત્યારે લઇ શકો છો તેમાં તમારે કંપની ને માત્ર તમારો મેડિકલ રિપોર્ટ આપવાનો રહેશે અને કોઈ કારણ સર તમે સબમિટ નથી કરાવી શક્યા તો પણ વાંધો નથી સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આ જરૂરી નથી.
(6) સ્ત્રી ગર્ભવતી હોય તો તેના માટે પણ કાનૂને જોગવાઈ કરેલી છે.
પ્રસુતિ માટે નો કાનૂન Act, 1961 માં જોગવાયી થયેલી છે કે તેણીની જે કોઈ કંપની માં કામ કરતી હોય તો તેનો તેના સિનિયર અને બીજા લોકો દ્વારા આદર થાય ગર્ભવતી નોકરી કરતી સ્ત્રી ને 12 અઠવાડિયા એટલેકે (84 દિવસ) રજા માટે ની જોગવાઈ છે જયારે અન્ય છ અઠવાડિયા બાળક ના જન્મ પછી ની હોય છે તેમજ જો સ્ત્રી ને બાળક ના જન્મ પછી તેણીને કોઈ પણ જાત ની શારીરિક તકલીફ થાય છે તો તેને લીધેલી રજા માટે કંપની એ તેનો એટલા દિવસ નો પગાર પણ આપવાનો રહેશે કોઈ પણ સ્થિતિ માં ગર્ભવતી સ્ત્રી ને ડોક્ટર દ્વારા આરામ ની સલાહ આપવામાં આવી હોય તો તેની રાજા 12 થી 26 અઠવાડિયા સુધી થઇ શકે છે કોઈ પણ કંપની તેવી સ્ત્રી ને નોકરી નથી રાખી શક્તિ જેની પ્રસુતિ ની તારીખ 6 અઠવાડિયા પછી ની હોય.ગર્ભવતી સ્ત્રીએ પ્રસુતિ માટે લીધેલી રાજા ના દરમિયાન તે સ્ત્રી નોકરીપર થી કાઢી શકાતી નથી તેમ છતાં તો તેણીની સાથે એવું કોઈ પણ જાત નમી સમસ્યા થાય છે તો તે કામ કરતી કંપની ની સામે તે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે તેની પણ જોગવાઈ થઇ છે.