કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, એકેય અર્થશાસ્ત્રી વગરની કેબિનેટના વડાપ્રધાને રાતોરાત નોટબંધીનો નિર્ણય કરીને દેશના લોકોને બાનમાં લીધા છે. સાથે જ સંસદમાં જવાબ આપવાની જગ્યાએ ભાષણબાજીમાં શૂરા એવા વડાપ્રધાનને જા હવે જરા પણ શરમ હોય તો આ કાળા નિર્ણય અંગે લોકોની માફી માંગવી જાઈએ.સુરત આવેલા શંકરસિંહ વાઘેલાએ આજે સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વર્તમાન ભાજપની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ૬૦ વર્ષથી ચાલતી વિકાસની યાત્રાને મોદી સરકારે અઢી વર્ષમાં ઉથલાવી નાખી છે.
વળી નિરર્થક ગણાતા નોટબંધીના નિર્ણયથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. પ્રજા પોતાના પૈસા માટે પારાવાર પરેશાન છે.ત્યારે ભાષણબાજ પીએમ સંસદમાં જવા આપવાની જગ્યાએ માર્કેટિંગમાં મસ્ત છે. માટે તેમનમાં જા લાજ શરમ જેવી ચીજ હોય તો કાળા નિર્ણય બાદ હવે પ્રજાની માફી માંગી લેવી જાઈએ.શંકરસિંહે જણાવ્યુ હતુ કે, ભાજપીઓને જાઈએ એટલા પૈસા મળે છે. ગરીબોના લગ્ન પ્રસંગ અટવાયા છે ત્યારે તેમના માટે રૂપિયા ચાર્ટડ પ્લેનમાં જઈ રહ્યા છે. અને દોમ દોમ સાહ્યબી સાથે લગ્ન સમારંભો યોજાઈ રહ્યા છે. આ જ દર્શાવે છે કે, આ લોકોએ અગાઉથી નોટબંધીની જાણ હતી. અને બધી વ્યવસ્થા કરી રાખી હતી. પ્રજા કેશ લેશ થઈ ગઈ છે. બાપુએ સરકાર પર નોટબંધીના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું કે, અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. દેશમાં આર્થિક કટોકટી સર્જાઈ છે. ૨૪ કલાકવાળા યુનિટોને મોટી અસર થઈ છે. બેકારી વધી છે અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. લોકોને પગારના પૈસા મળતા નથી. ૨૫ નિર્ણયોએ દેશની ઘોર ખોદી હોવાનું બાપુએ વધુમાં ઉમેર્યું હતું.દૂધ મંડળીના કાર્યક્રમમાં આવીને મોટી મોટી વાતો કરનારા વડાપ્રધાનને ખબર નથી કે બહેનોને રૂપિયા મળતા નથી. સહકારી ક્ષેત્રની
બેંકો પડી ભાંગવાના આરે આવી ગઈ છે. ભાજપના મળતીઓને જ પૈસા મળે છે. સુરતમાંથી ગઈકાલે પકડાયેલા રૂપિયા સહિત દેશમાં જ્યાં જ્યાં નવી જૂની નોટો સાથે લોકો પકડાયે છે તે અંગે શંકરસિંહે જણાવ્યું હતું કે, તે તમામ ભાજપના લોકો છે. કારણ કે, લોકોને રૂપિયા મળતા નથી ત્યારે લાખો કરોડો રૂપિયાની નવી
નોટો તેમની પાસે કેવી રીતે આવે છે.