વી દિલ્હી: બાબા રામદેવ પતંજલિ પ્રોડકટ્સ સર્વશ્રેસ્ઠ હોવાનો દાવો કરે છે પરંતુ ગુણવતા પરીક્ષણનું રિઝલ્ટ કઈક જુદું જ છે. યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિના લગભગ 40 ટકા ઉત્પાદનો ગુણવતા પરીક્ષણમાં ફેઇલ થઈ ગયા છે. ઉત્તરાખંડ સ્થિત હરિદ્વારની આયર્વેદિક અને યુનાની લેબમાં પતંજલિના ઉત્પાદનનો ટેસ્ટ કરાયો હતો.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2013થી 2016 દરમિયાન એકઠા કરાયેલા 82 નમૂનામાંથી 32 ઉત્પાદનો ગુણવતા પરીક્ષણમાં ફેઇલ થયા છે. પતંજલિના બહુચર્ચિત ઉત્પાદનો જેવા કે દિવ્ય આમળા રસ અને શિવલિંગી બીજ પણ ગુણવતા પરીક્ષણમાં ફેઇલ થઈ ચૂક્યું છે.
ઉત્તરાખંડ રાજ્ય સરકારની પ્રયોગશાળા રિપોર્ટમાં જણાવ્યુ હતું કે, દિવ્ય આમળા રસની પીએચ વેલ્યૂ ચોક્કસ વેલ્યૂ કરતાં ઓછી મળી આવી છે.
જો કે પતંજલિના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણએ આ રિપોર્ટને નકાર્યો હતો અને જણાવ્યુ હતું કે, ‘શિવલિંગ બીજ એક પ્રાકૃતિક બીજ છે. અમે તેમાં કઈ પણ ઉમેરી શકીએ નહીં. આ રીપોર્ટ થકી પતંજલિની છાપ ખરાબ કરવાની કોશિષ થઈ રહી છે.