વલસાડ જીલ્લાનું નામ રોશન કરનાર ખેલાડીઓનું હોમ ટાઉનમાં કરાયું ઉષ્માભર્યું સ્વાગત
ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ હાલમાં જ પાકિસ્તાનને હરાવીને ટી ૨૦ વર્લ્ડ કપ જીતી આવ્યા છે ત્યારે તેમના હોમટાઉન નાનાપોંઢા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નાનાપોંઢા ખાતે ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના બે ખેલાડીઓ ગણેશ અને કેતન પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાલમાં જ બેંગ્લોર ખાતે ટી૨૦ બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી. જેમાં ભારતીય ટીમનો ૯ વિકેટે વિજય થયો હતો. સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાતતો એ છે કે આ ટીમમાં ગુજરાતના બે ખેલાડીઓ પણ રમી રહ્યા હતાં. આ બંને ખેલાડીઓ વલસાડ જીલ્લાના છે. આ ખેલાડીઓમાં કેતન નામનો ખેલાડી ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા ભજવે છે. જ્યારે ગણેશ પણ ઓલરાઉન્ડર છે. આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ ખેલાડીઓને પોતે આપેલા યોગદાન માટે તેમને નાનાપોંઢા ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતાં. ક્રિકેટ એશો. ફોર બ્લાઇન્ડ દ્વારા ખેલાડીઓ માટે ખાસ પ્રકારની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
સમગ્ર મેસમાં ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ દ્વારા ઉત્કૃષ્ટ યોગદાન આપવામાં આવ્યું હતું. ત્યારે કર્ણાટક સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ત્યારે બ્લાઇન્ડ ક્રિકેટના વલસાડ જીલ્લાના બે ખેલાડીઓ પણ પોતે ખેતી થકીથી પોતાનું પેટિયું રળી રહ્યાં છે ત્યારે તેઓ પણ ગુજરાત સરકાર પાસે પોતાને સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે એવી માંગ કરી રહ્યાં છે. આ ખેલાડીઓ ગુજરાત સરકાર પાસે સરકારી નોકરીની માંગ કરી રહ્યાં છે. ત્યારે હવે સરકાર આ ખેલાડીઓની માંગ કેટલાં સમયમાં પૂરી કરે છે તે જોવું રહ્યું
બેંગ્લોરમાં પાકિસ્તાન જેવી ટીમને હરાવીને ખેલાડીઓ જ્યારે ટી ૨૦ વર્લ્ડ કપ જીતી આવ્યા છે. ત્યારે જો મેઇન ક્રિકેટના ખેલાડીઓને સરકાર દ્વારા અવારનવાર પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે આવા ખેલાડીઓ પણ ભારતનું નામ રોશન કરે છે ત્યારે આવા ખેલાડીઓને પણ ગુજરાત સહિત ભારત સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવા જરૂરી છે.