યકૃત કે જીગરનો રોગ : ગળો, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે.
તરસ વધારે લાગવી : ગળોનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ઘણી વખત લેવાથી તરત છીપાય છે.
પિત્ત વધવો : ગળોનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી લાભ થશે.
મધુમેહ : 40 ગ્રામ લીલી ગળોનો રસ, 6 ગ્રામ પાષાણ ભેદ અને 6 ગ્રામ મધ ને ભેળવીને 1 મહિના સુધી પીવાથી મધુમેહ રોગ ઠીક થઇ જાય છે. કે 20-50 મી.લી. ગળોનો રસ સવારે સાંજે સરખા પ્રમાણમાં પાણી સાથે મધુમેહ ના રોગીને સેવન કરાવો કે રોગીને જયારે જયારે તરસ લાગે તો તેનું સેવન કરાવો તેનાથી ફાયદો થશે. કે 15 ગ્રામ ગળોનું ઝીણું ચૂર્ણ અને 5 ગ્રામ ઘી ને ભેળવીને દિવસમાં 3 વખત રોગીને સેવન કરાવો તેનાથી મધુમેહ (શુગર) રોગ દુર થઇ જાય છે.
સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગળો અને સુંઠ ને એક સરખા પ્રમાણમાં લઈને તેની રાબ બનાવીને પીવાથી જુનામાં જુનો ગઠીયા રોગમાં ફાયદો થાય છે. કે ગળો, હરડેની છાલ, ભીલાવા, દેવદાર, સુંઠ અને સાઠી ના મૂળ આ બધાને 10-10 ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને ચૂર્ણ બનાવી લો અને નાની બોટલમાં ભરી લો. તેની અડધી ચમચી ચૂર્ણ અડધો કપ પાણીમાં પકવીને ઠંડુ થાય એટલે પી લો. તેનાથી રોગીના ગોઠણ નો દુખાવો ઠીક થઇ જશે. કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે ગળોનો રસ અને ત્રિફળા નો અડધો કપ પાણીમાં ભેળવીને સવાર સાંજ ભોજન પછી પીવાથી ફાયદો થાય છે.
પેટમાં દુઃખાવો : ગળો નો રસ 7 મી.લી. થી લઈને 10 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને સવાર અને સાંજ સેવન કરવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે.