પેટના રોગો : 18 ગ્રામ તાજી ગળો, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.
સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગળોનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી ગઠીયાનો રોગ ઠીક થઇ જાય છે.
વાતજ્વર : ગભ્ભારી, બિલ્વ, અર્ની, શ્યોનાક (સોનાપાઠા), અને પાઢલ તેના થડની છાલ અને ગળો, આંબળા, ધાણા તે બધું સરખા ભાગે લઈને રાબ બનાવી લો. તેમાં થી 20-30 ગ્રામ રાબ દિવસમાં 2 વખત સેવન કરવાથી વાતજ્વર ઠીક થઇ જાય છે.
શીતપિત્ત (લોહીવાળું પિત્ત) : 10 થી 20 ગ્રામ ગળોના રસમાં બાવચી ને વાટીને લેપ બનાવી લો. આ લેપને લોહીવાળા પિત્ત ની બન્ને તરફ લગાવો અને માલીશ કરવાથી શીતપિત્ત નો રોગ ઠીક થઇ જાય છે.
જીર્ણજ્વર (જુનો તાવ) : જીર્ણ જ્વર કે 6 દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ અને ન ઠીક થતા તાવ ની સ્થિતિમાં સારવાર કરવા માટે 40 ગ્રામ ગળોને સારી રીતે વાટીને, માટીના વાસણમાં 250 મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીને ગાળીને પી લો. આ રસને રોજ દિવસમાં 3 વખત લગભગ 20 ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. 20 મી.લી. ગળોના રસમાં 1 ગ્રામ પીપરી અને 1 ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ (તીલ્લી), ખાંસી અને અરુચિ (ભોજન સારું ન લાગવું) વગેરે રોગ માં સારું થઇ જાય છે.
વમન : ગળોનો રસ અને સાકરને ભેળવીને 2-2 ચમચી ગળોની રાબ બનાવીને ઠંડી કરીને પીવાથી ઉલ્ટી થવાનું બંધ થઇ જાય છે.