વડોદરા સ્થિત રેલવે યુનિવર્સિટી દ્વારા ફેંકી દેવામાં આવતા પ્લાસ્ટિકના જથ્થા ના કચરામાંથી હવે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન બનાવવાની શોધ કરાતા આગામી દિવસોમાં હવે પ્લાસ્ટિક પેટ્રોલ-ડીઝલ અને કેરોસીન નો વિકલ્પ બની જશે એટલું જ નહીં પણ આ ફ્યુઅલ બન્યા બાદ વધતી રાખ રોડ બનાવવામાં કામ લાગશે આ એક મોટી સિદ્ધિ છે,ગુજરાતમાં આ શોધ થતા વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ છે.
વડોદરા રેલવે યુનિ.ની લેબોરેટરીમાં બનાવવામાં આવેલા પેટ્રોલની ગુણવત્તા અને એવરેજ પણ માપવામાં આવી છે, જેમાં બાઇકમાં પહેલા પેટ્રોલપંપ પરથી મળતા પેટ્રોલની એવરેજ કાઢયા બાદ વડોદરા રેલવે યુનિવર્સિટીની લેબમાં બનેલા પેટ્રોલની અવરેજ કાઢવામાં આવી તો બંને ફ્યુઅલની એવરેજ 65 કિલોમીટર પ્રતિ લિટરની મળી. આમ પેટ્રોલિયમ પેદાશમાંથી બનેલું પેટ્રોલ અને પ્લાસ્ટિકમાંથી બનેલા પેટ્રોલની એવરેજ એકસરખી રહી હોવાનું પરિણામ મળ્યુ છે આ એક મોટી સિદ્ધિ કહી શકાય.
એટલુંજ નહિ પણ યુનિવર્સિટીની લેબમાં પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બાદ કેરોસિન, રાંધણગેસ અને ડીઝલ પણ બનતા હવે તે મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે.
વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રેલવે યુનિવર્સિટીમાંથી બનેલા આ ફ્યુઅલ બાદપ્લાસ્ટિકમાંથી છેલ્લે રાખ વધશે એનો ઉપયોગ પણ રોડ બનાવવા માટે થશે.
આમ,વડોદરામાં બની રહેલો આ પ્લાન્ટ પોલિક્રેક ટેકનોલોજી પર આધારિત છે અને માત્ર 24 કલાકની પ્રોસેસમાં કચરામાંથી ડીઝલ બને છે.
વડોદરા રેલવે યુનિવર્સિટી દ્વારા પંડ્યા બ્રિજ પાસે પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવાનો પ્લાન્ટ હાલ સ્થાપિત કરવામાં આવ્યા છે અને ચાલુ એપ્રિલ મહિનામાં જ એ કાર્યરત થઇ જવાનો છે, ત્યારે હવે વડોદરા જિલ્લાના પાદરામાં રેલવે સ્ટેશનની નજીક વડોદરામાં સ્થાપિત પ્લાન્ટ કરતાં ચાર ગણો મોટ પ્લાન્ટ ઉભો કરવા તજવીજ હાથ ધરાઈ છે.
આમ,પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા તેના વિકલ્પ તરીકે આ શોધ લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે.
Sunday, May 19