ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે બૂમિંગ ટાઇમ ચાલી રહ્યો છે તેમાં વધુ ઉમેરો થઇ રહ્યો છે. અમદાવાદ પ્રથમવાર ગુજરાતી ફિલ્મોફિલ્મકારોના સન્માનનું સાક્ષી બનશે.
૧૭ ડીસેમ્બર શનિવારે અમદાવાદની રાજપથ ક્લબમાં પ્રથમ ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ-નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતી ફિલ્મ નિર્માણમાં તેજી આવી છે અને અનેક નવા કળાકાર-કસબીઓને પોતાની કળા દર્શકો સમક્ષ રજૂ કરવાનો મોકો મળ્યો છે. આ દોરમાં ગુજરાતી સિનેમા અને કળાપ્રેમી બે અમદાવાદી યુવક, વ્યવસાયે ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એક્સપર્ટ હેતલ ઠક્કર અને જાણીતા લોક અને રાક ગાયક અરવિંદ વેગડા દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત
કરવા સૌપ્રથમવાર ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ-ય્ૈંહ્લછ યોજી રહ્યાં છે.ફિલ્મોના ચયન માટે ગુજરાતી સિનેઉદ્યોગ, મીડિયા અને વેપારવ્યવસાય ક્ષેત્રના ગુજરાત અને મુંબઇના ૧૫ નિષ્ણાતોની જ્યૂરીએ પસંદ થયેલી ફિલ્મોને અમદાવાદમાં નિહાળી હતી. ૧૩-૧૪ ડીસેમ્બરે સ્ક્રિનિંગ અંતે ૧૨ ફિલ્મ વિવિધ શ્રેણી માટે પસંદ કરવામાં આવી હતી. તમામ ૩૦ શ્રેણીના વિજેતા કળાકારો,કસબીઓ, સર્જકોને ૧૭ ડીસેમ્બરે સાંજે યોજાનાર પ્રથમ ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ-ય્ૈંહ્લછ-૨૦૧૬ એવોર્ડ કાર્યક્રમમાં ટ્રોફીથી સન્માનિત કરાશે. ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ-ના આયોજન સંદર્ભે વાત કરતાં હેતલ ઠક્કર જણાવે છે કે પ્રથમ ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ-ય્ૈંહ્લછ-૨૦૧૬ એવોર્ડ માટે નવેમ્બર ૨૦૧૫થી ઓક્ટોબર ૨૦૧૬ સુધીમાં રીલીઝ થયેલી ૩૫ ગુજરાતી ફિલ્મોની એન્ટ્રી અમને મળી હતી. જેમાં શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી, ગીતકાર, સંગીતકાર, ગાયક, પ ટકથાલેખક, સંવાદલેખક વગેરે ૩૦ શ્રેણી માટે ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ-ય્ૈંહ્લછ-૨૦૧૬ એવોર્ડ એનાયત કરાશે.આ એવોર્ડ નાઇટમાં હિન્દી ફિલ્મ કલાકાર અને સાંસદ પરેશ રાવલ, અભિનેત્રી અરુણા ઇરાની, રાગિણી, સંગીતકાર અબ્બાસ-મસ્તાન સહિત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ૩૦૦ જેટલા કળાકાર ઉપસ્થિત રહેશે.ઉપરાંત ગુજરાતી ફિલ્મજગતના લોકપ્રિય સિતારાઓ હિતુ કનોડીયા, પ્રતીક ગાંધી, અરવિંદ વેગડા, મમતા સોની, ચંદન રાઠોડ, વિક્રમ ઠાકોર વગેરે મનોરંજક પરફોર્મન્સ આપી ફંક્શનને યાદગાર બનાવશે.ગુજરાતી ફિલ્મક્ષેત્ર સ્થગિતતા પછીના નવા દોરમાં ગતિશીલ બની ચૂક્્યું છે અને ભૂતકાળની જૂથબંધી, પછીની થિયેટરબંધી અને હાલની નોટબંધી નડવાના સમયમાં ગુજરાતી ફિલ્મના વિકાસ અને પ્રોત્સાહનમાં એકસૂર મિલાવી પ્રથમ ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ-૨૦૧૬ એવોર્ડ માટે અમદાવાદ સજ્જ થઈરહ્યું છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.