લોહી જ જીવન છે, રકતદાન મહાદાન આ પ્રકારની વાતો આપણે કાયમ સાંભળતા, વાંચતા હોઇએ છીએ પરંતુ તમને આશ્ચર્ય થશે કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ર૮ લાખથી વધુ યુનિટ લોહી અને તેના ઘટકોનો નાશ કરવામાં આવ્યો હતો. આ આંકડો દેશની બ્લડ બેન્કીંગ સિસ્ટમની ગંભીર ખામીઓને ઉજાગર કરે છે. જે દર્શાવે છે કે બ્લડ બેંકો અને હોસ્પિટલો વચ્ચે કોઇ સમન્વય નથી.
ટાઇમ્સના અહેવાલ મુજબ જો આની લીટરમાં ગણતરી કરવામાં આવે તો છેલ્લા પ વર્ષમાં ૬ લાખ લીટરથી વધુ લોહી બરબાદ થયુ છે. ૬ લાખ લીટર એટલે કે પ૩ જેટલા પાણીના ટેન્કરો ભરાય તેટલુ લોહી. ભારતમાં સરેરાશ દર વર્ષે ૩૦ લાખ યુનિટ લોહીની અછત રહેતી હોય છે. લોહી, પ્લાઝમા કે પ્લેટલેટનો અભાવ અકસર મોતનુ કારણ પણ હોય છે.
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને તામીલનાડુમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે. લાલ રકતકોષિકાઓના વ્યયમાં મહારાષ્ટ્ર, યુપી અને કર્ણાટક પ્રથમ ત્રણ સ્થાન ઉપર છે. માત્ર લોહી જ નહી પરંતુ લાલ રકતકોષિકાઓ અને પ્લાઝમા, જીવન બચાવવાવાળા ઘટકોના ઉપયોગમાં તેઓની એકસ્પાયરી ડેટથી પહેલા ઉપયોગ ન થયો.
ર૦૧૬-૧૭માં જ ૬.પ૭ લાખથી વધુ યુનિટ લોહી અને તેની પ્રોડકટની બરબાદી થઇ. ચિંતાની વાત એ છે કે વ્યર્થ યુનિટમાં પ૦ ટકા પ્લાઝમાનું હતુ જેમાં એક વર્ષનુ સેલ્ફલાઇફ હોય છે. ર૦૧૬-૧૭માં ૩ લાખથી વધુ નવા તાજા પ્લાઝમાને હટાવી દેવાયા હતા. જયારે આ પ્રોડકટ અનેક ફાર્મા કંપનીઓ દ્વારા એલ્બયુમીન પ્રોડકટ કરવા માટે આયાત કરવામાં આવે છે.
ભારતીય રેડક્રોસ સોસાયટીના ડો.ભરૂચા કહે છે કે, પ૦૦ યુનિટ સુધીનો સંગ્રહ સ્વીકારી શકાય અને તેને મેનેજ કરી શકાય છે પરંતુ અમે સાંભળ્યુ છે કે અને જોયુ છે કે ૧૦૦૦ થી ૩૦૦૦ યુનિટ સુધી એકત્રિત કરવામાં આવે છે. આટલુ બધુ લોહીને રાખવા માટે સ્થળ કયાં ? લોકો નિયમિત રીતે બ્લડ બેંેંકમાં જઇને દર ૩ મહિનામાં જઇને લોહીનું દાન કરતા હોય છે.