જીએસટી લાગુ થતાં પહેલાં દેશભરના ફાર્મા ઉદ્યોગોમાં જબરદસ્ત હલચલ મચી છે. રસાયણ અને ખાતર મંત્રાલયની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ મંગળવારે ૭૬૧ દવાઓની યાદી જારી કરીને એમ કહ્યું છે કે જીએસટી લાગુ થયા બાદ આ તમામ દવાના ભાવ ઘટી જવાના છે અને આમ આદમીને રાહત મળવાની છે.
ભારતના ફાર્મા ઉદ્યોગોમાં બનનારી આ દવાઓ પહેલાની અપેક્ષા કરતાં ઘણી સસ્તી થઈ જશે જેમાં કેન્સર, ટીબી, પાગલપ્ન અને એચઆઈવી માટે ઉપયોગીમાં લેવાતી દવા મહત્ત્વની છે અને તે સસ્તી થવાની છે માટે લોકોને ઉલટાની રાહત મળવાની છે.