[highlight]સ્નેપડીલમાં મોટાપાયે છટણીનો તખ્તો તૈયાર ઃ ૮૦ ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવાય તેવી સંભાવના[/highlight]
સંકટમાં ફસાયેલા સ્નેપડીલે દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં પોતાના મર્જરની વાતચીતને રદ કરી દીધી છે. ગુડગાંવની આ કંપનીએ કહ્યું છે કે, તે હવે સ્વતંત્ર રસ્તા પર આગળ વધવા માટે ઇચ્છુક છે. બીજી બાજુ એવા સમાચાર પણ આવ્યા છે કે, સ્નેપડીલમાં મોટાપાયે કર્મચારીઓની છટણી કરવામાં આવનાર છે જેમાં ૮૦ ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
સ્નેપડીલના એક પ્રવક્તાએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, સ્નેપડીલ છેલ્લા ઘણા મહિનાથી વ્યૂહાત્મક વિકલ્પના શોધમાં રહ્યા બાદ હવે સ્વતંત્ર રીતે આગળ વધવા ઇચ્છુક છે. ફ્લિપકાર્ટની મર્જરની વાતચીતનો અંત લાવી દેવામાં આવ્યો છે. નાણાંકીય સ્થિતિને પોતાની રીતે મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યૂહાત્મક વાતચીત રોકાઈ ગઈ છે.
સ્નેપડીલ ૯૦૦થી ૯૫૦ અબજ ડોલર અથવા તો ૫૭,૭૩૭ અબજ રૃપિયામાં ફ્લિપકાર્ટને પોતાના બિઝનેસને વેચવાની વાતચીતમાં વ્યસ્ત હતી. સ્નેપડીલનું કહેવું છે કે, કેટલીક બિન મહત્વની સંપત્તિઓને વેચીને પોતાની નાણાંકીય સ્થિતિને વધારે મજબૂત કરવાના પ્રયાસ કરશે. છેલ્લા સપ્તાહમાં દેશની સાતમી સૌથી મોટી બેંક એક્સિસ બેંકે સ્નેપડીલ પાસેથી મોબાઇલ વોલિટ પ્રોવાઇડર્સ ફ્રી ચાર્જને ૩૮૫ કરોડ રૃપિયામાં ખરીદી લેવાની જાહેેરાત કરી હતી. સ્નેપડીલના સૌથી મોટા મૂડીરોકાણકાર જાપાનની સોફ્ટ બેંકે કહ્યું છે કે, તે સ્વતંત્ર રસ્તા પર આગળ વધવાની સ્નેપડીલની યોજનાનું સ્વાગત કરે છે. સોફ્ટ બેંકનું કહેવું છે કે, આંટ્રાપ્રન્યોર્સ અને તેમના વિઝનને સમર્થન આપવાની બાબત મહત્વપૂર્ણ છે. જો ડિલ થશે તો ભારતીય ઇ-કોમર્સની સૌથી મોટી સમજૂતી રહેશે. ફેબ્રુઆરી ૨૦૧૬માં સ્નેપડીલની મૂડી ૬.૬ અબજ ડોલરની સપાટી ઉપર હતી જે હવે ફ્લિપકાર્ટ સાથે વાતચીતમાં ઘટીને એક અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. હકીકતમાં અતિ ઝડપથી વધી રહેલા ઇ-કોમર્સ માર્કેટના પરિણામ સ્વરુપે સ્પર્ધા પણ તીવ્ર બની રહી છે. સૌથી મોટી સ્વદેશી કંપની ફ્લિપકાર્ટની ટક્કર દિગ્ગજ અમેરિકી કંપની એમેઝોન સાથે થઇ રહી છે. મુશ્કેલીઓમાં ફસાયેલા ઓનલાઈન માર્કેટ પ્લેસ સ્નેપડીલના માર્કેટ લીડર ફ્લિપકાર્ટની સાથે સૂચિત મર્જરની યોજના ઉકેલવાના સંદર્ભમાં યોજાનારી બેઠક રદ કરી દેવામાં આવી છ. આ બેઠક મૂળભૂતરીતે આજે યોજાનાર નહતી. લો ફર્મ જે સાગર એસોસિએટ્સ અને બેંકર ક્રેડિટ સુઇસ આ વાતચીતમાં સ્નેપડીલનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમને બેંગ્લોરમાં ફ્લિપકાર્ટનું પ્રતિનિધિત્વ કરનાર ગોલ્ડમેન અને ખેતાન એન્ડ કંપની સાથે મિટિંગ કરવાની હતી.