સંસદના વર્તમાન બજેટ સત્રના બીજા તબક્કામાં 12 દિવસની કાર્યવાહી ભારે હોબાળાથી ભરેલી રહી છે. રામનવમીની રજાઓ બાદ સંસદની બીજા તબક્કાની કાર્યવાહીનો આજે 13મો દિવસ છે. ત્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ અદાણી મુદ્દા પર ચર્ચા કરવા માટે નિયમ 267 હેઠળ સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી છે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આજે લોકસભામાં એક બિલ રજૂ થવાનું છે.
કોંગ્રેસના સાંસદોએ દિવસની વ્યૂહરચના નક્કી કરવા માટે સવારે 10.30 વાગ્યે કોંગ્રેસ સંસદીય દળના કાર્યાલયમાં બેઠક કરી હતી. પાર્ટીના સાંસદોને બેઠક દરમિયાન કાળા કપડા પહેરવાનું કહેવામાં આવ્યું હતું.
‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં સુરતની અદાલત દ્વારા બે વર્ષની સજા સામે રાહુલ ગાંધીની અપીલ પહેલા કોંગ્રેસના સાંસદોએ સંસદમાં વિરોધ ચાલુ રાખ્યો છે.
જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખરે સભ્યોને તેમના નામની આગળ પત્રો ગૃહના ફ્લોર પર રાખવા કહ્યું. સ્થાયી સમિતિનો અહેવાલ પણ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો. આ દરમિયાન સભ્યોએ અદાણી મુદ્દે હોબાળો અને નારેબાજી શરૂ કરી દીધી. ભારે હોબાળા અને નારેબાજી કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભાની કાર્યવાહી પણ સ્થગિત કરી દેવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. ગૃહના ભૂતપૂર્વ સભ્યો કેબી બાપટના નિધન પર લોકસભામાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ એક મિનિટનું મૌન પાળીને ગૃહના ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી ગેરૂહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.