અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ના એક ટવિટ ને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે આ ટવિટ માં બરાક ઓબામા એ નેલ્સન મંડેલા ના ત્રણ વ્યક્તવ્યો ને એક ફોટો સાથે જેમાં પોતે બરાક ઓબામા એક ડે કેર સેન્ટર ની બહાર ની બારી થી બાળકો ને જોતા મળ્યા અને એ બાળકો અલગ અલગ પરિવાર ના છે અને બાળકો ખુશ હતા બરાક ઓબામા ને જોઈને જોકે આ ટવિટ ને 28 લાખ લોકો એ લાઈક કર્યું હતું આ ટવિટ 13 ઓગસ્ટ વર્જિનિયા પર થયેલા હુમલા બાદ કર્યું હતું
આ ટવિટ એ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે મળેલ વિગત અનુસાર એરીઆના ગ્રાન્ડે ના માન્ચેસ્ટર પર થયેલ હુમલા બાદ કરેલ નિંદા ના ટવિટ ના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે
બરાક ઓબામા એ નેલ્સન મંડેલા ના આત્માકથા ” ધ લોન્ગ વોલ્ક ટુ ફ્રીડમ ” ના પેરેગ્રાફ ને પોસ્ટ કર્યું હતું
ઓબામા એ લખ્યું કે ‘ કોઈ પણ કોઈ બીજા ની ત્વચા ના રંગ કે એનું બેકગ્રાઉન્ડ કે એના ધર્મ થી નફરત કરતા જન્મ નથી લેતો ‘
” લોકો એ નફરત કરતા શીખવું જોઈએ અને જો એ નફરત કરતા શીખી શકતું હોય તો એને પ્રેમ કરતા શીખવાડી શકાય
માનવી ના હૃદય માં પ્રેમ પછી આપમેળે આવી જાય છે ”
આ પોસ્ટ સાથે 2011 નો એક ફોટો પણ છે જે ડે કેર સેન્ટર ની છે અને બાળકો બારી માંથી બરાક ઓબામા ને જોઇને ખુશ ખુશ દેખાઈ રહ્યા છે.