લંડન / નવી દિલ્હી, 02 ડિસેમ્બર ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણના કેસમાં, અંતિમ સુનાવણી 7 અને 8 જાન્યુઆરીએ યુકેની એક કોર્ટમાં થશે.
નીરવને મંગળવારે વીડિયો કડી દ્વારા વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરાયો હતો. ચીફ મેજિસ્ટ્રેટ એમ્મ અર્બથનોટ એ, તેમની અટકાયત 29 ડિસેમ્બર સુધી લંબાવી હતી. નીરવ મોદીએ મેજિસ્ટ્રેટની સામે જ પોતાનુ નામ અને જન્મ તારીખ બોલી હતી અને બાકીના સમય સુધી મૌન રહ્યા હતા. હવે અંતિમ સુનાવણી 7 અને 8 જાન્યુઆરીએ યુકેની કોર્ટમાં થશે. જિલ્લા ન્યાયાધીશ સેમ્યુલ ગુજ, બંને પક્ષોની સુનાવણી કરશે અને તેનો અંતિમ નિર્ણય જાહેર કરશે.
આ અગાઉ 3 નવેમ્બરના રોજ થયેલી સુનાવણીમાં, કેટલાક સીબીઆઈ અને ઇડી સાક્ષીઓના નિવેદનોની સ્વીકાર્યતા સામે દલીલો સાંભળવામાં આવી હતી. ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (સી.પી.એસ.) એ ભારત સરકાર વતી વકીલાત કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે,’ ભારતીય દંડ સંહિતાની કલમ 161 હેઠળ રજૂ થયેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો પૂરતા છે કે, નીરવ મોદી ભારતીય ન્યાયતંત્રને જવાબદાર છે, અને તેની સામે ભારતમાં કાર્યવાહી થવી જોઈએ.’ સી.પી.એસ. એ દલીલ કરી હતી કે નીરવ નુ ભારત પ્રત્યાર્પણ કરવું જરૂરી છે.