કોરોના જેવી મહામારી દૂર કરવા માટે ભારતમાં કોરોના રસી ઝડપથી કામ ચાલી રહ્યું છે. જુદી જુદી કંપનીઓએ આગામી વર્ષ સુધી રસી બજારમાં લાવાનો દાવો કર્યો છે. દરમિયાન સરકારે તેની તૈયારી પુરી કરતા રસીકરણ અભિયાન માટેની એક યાદી બનાવી છે. આ ક્રમમાં સરકારી આરોગ્ય કર્મચારીઓને રસીકરણ માટે તાલીમ આપવામાં આવશે, તેમજ રસીકરણ માટે સક્ષમ એવા ખાનગી હોસ્પિટલ કર્મચારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે.
સરકારી અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જાહેર ક્ષેત્રના 70 હજાર રસી આપનારાને આ અભિયાનમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ અભિયાનમાં ખાનગી ક્ષેત્રની 30 હજાર રસી આપનારાઓનો સમાવેશ કરવાની યોજના છે. આમાં ડોકટરો, નર્સો અને લેબ ટેકનિશિયનનો સમાવેશ થશે . રસી આવ્યા થયા બાદ પહેલા તબક્કામાં કોને આપવાની છે અને કયા વિસ્તારમાં રસી આપવામાં આવશે તે અંગેનો ડેટા પણ ઓનલાઈન બનાવવામાં આવી રહ્યો છે.
કોરોના રસીકરણની સહાય માટે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા સરકારી મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની મદદ પણ લઈ શકાય તેમ છે. તેમની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. મેડિકલ વિદ્યાર્થીઓ રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગને દરેક સ્તરે સહકાર આપશે.
આપને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત માટે કોરોના વાયરસ રસીના બનાવવાના કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વ્યજ્ઞાનિકોએ ખુશી વ્યક્ત કરી કે તેમની હિંમત વધારવા માટે વડા પ્રધાન તેમની સાથે મળ્યા અને રસી બનાવવાના આ મહત્વપૂર્ણ તબક્કે તેમના પ્રયત્નોને વેગ આપવા પ્રોત્સાહિત કર્યા.