ભારત પાકિસ્તાન વચ્ચે આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 95 રને હરાવ્યું છે. 170 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાન 38.1 ઓવરમાં 74 રને ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી એકતા બિશ્ટે સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને જીત માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મહિલા ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 169 રન બનાવ્યા હતા. પુનમ રાઉત 47 રને આઉટ થઈ હતી. દિપ્તી શર્મા 28 રને આઉટ થઈ હતી, સુષ્મા વર્મા 33 રને આઉટ થઈ હતી, મંધાના માત્ર 2 રન પર આઉટ થઈ હતી. અગાઉ ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે પોતાની પ્રથમ બે મેચમાં ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને હાર આપી હતી. કેપ્ટન મિતાલી રાજ, સ્મૃતિ મંધાના અને પૂનમ રાઉત શાનદાર ફોર્મમાં છે. બોલિંગમાં પણ અનુભવી ઝડપી બોલર અને સ્પિનરોનું પ્રદર્શન સારુ રહ્યું છે.
ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી બંન્ને મેચ જીતી છે. અત્યાર સુધીમાં બંન્ને ટીમો વચ્ચે સાત મેચ રમાઇ છે અને સાતેય મેચમાં ભારતે વિજય મેળવ્યો છે. મિતાલી રાજ હાલમાં શાનદાર ફોર્મમાં છે. તેણે વર્લ્ડકપમાં એક સદી અને એક અડધી સદી ફટકારી 196 રન બનાવ્યા છે.