શેરબજારમાં દિવસના અંતે સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +35.98 અંક એટલે કે 0.090% ટકા વધીને 40,165.03 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +21.20 પોઈન્ટના વધારા સાથે 11,898.65 પર બંધ રહી છે.
શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 6 પૈસાનો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 70.98 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 70.92 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.