વડાપ્રધાન મોદીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલોપમેન્ટ બેક્ન ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ‘ભારત અને આફ્રિકાના સંબંધો આજકાલના નહીં પરંતુ સદીઓ જૂના છે. આફ્રિકા અમારી સરકારની પ્રાયોરિટી છે.’ ભારત અને આફ્રિકાના સંબંધ લાગણીઓ અને સંસ્કૃતિના છે
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘આફ્રિકા અમારા માટે કેટલું મહત્વનું છે તે એ જોતા ખબર પડે છે કે પાછલા ત્રણ વર્ષમાં એવો એક પણ આફ્રિકન દેશ નથી જ્યાં અમારી સરકારના મંત્રી પહોંચ્યા ન હોય. ભારત અને આફ્રિકા એકબીજાની સાથે મળીને વિકાસના નવા આયામ રચી શકશે.’
ચીનના મહત્વકાંક્ષી ‘વન બેલ્ટ, વન રોડ’ યોજનાના થોડાંક જ દિવસ બાદ વડાપ્રધાન તરફથી આ આહ્વાન કરાયું છે. મોદીએ કહ્યું, ‘ભારતની આફ્રિકા સાથે ભાગીદારી સહયોગના મોડલ પર આધારિત છે. આ આફ્રિકન દેશોની જરૃરિયાત પ્રમાણે છે.’ વડાપ્રધાન મોદીએ આફ્રિકન વિકાસ બેક્નની ૫૨મી વાર્ષિક સામાન્ય સભાના ઉદ્ધાટન કરતાં સમયે કહ્યું હતું. આ બેઠક ભારતમાં પહેલી વખત થઇ રહી છે. આફ્રિકા અને એશિયન દેશોની વચ્ચે ઇકોનોમી કોરિડોર બનાવા પર જોર આપતા તેમણે કહ્યું કે તેમણે તાજેતરમાં જાપાનનો પ્રવાસ કર્યો હતો ત્યારે આ અંગે વાતચીત થઇ હતી. ભારતની તરફથી આ મુદ્દો એવા સમયે ઉઠાવાયો છે, જ્યારે ચીન એ અબજો ડોલરની વન બેલ્ટ વન રોડ (ર્ંમ્ર્ંઇ) યોજનાની પહેલ કરી છે. આ પ્રોજેક્ટ ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગની પસંદગીની યોજનાઓમાંથી છે. તેના દ્વારા યુરોપ એશિયા ભૂભાગને હિન્દ-પ્રશાંત દરિયાઇ માર્ગ સાથે જોડવાનો કાર્યક્રમ છે. મોદીએ કહ્યું, ‘મારી જાપાન યાત્રા દરમ્યાન વડાપ્રધાન શિંજો અબે ની સાથે મારી બેઠકમાં અમારા સંયુક્ત ઘોષણાપત્રમાં અમે એશિયા-આફ્રિકા ઇકોનોમી કોરિડોરને પણ સામેલ કર્યો હતો અને તેના માટે અમે આફ્રિકાના મિત્રો સાથે આગળ વાતચીતનો પ્રસ્તાવ મૂકયો હતો.’ આફ્રિકન દેશોની સાથે સંબંધોને ભાવનાત્મક અને ઐતિહાસિક જણાવતા મોદીએ કહ્યું કે ભારતની આફ્રિકાની સાથે ભાગીદારી સહયોગાત્મક માળખા પર આધારિત છે. જેમાં આફ્રિકન દેશોની જરૃરિયાત પ્રત્યે એક જવાબદાર છે. તેમણે કહ્યું કે ભારત અને આફ્રિકાના સદીઓથી સંબંધ રહ્યાં છે. ગુજરાતી પણ આફ્રિકાને લઇને પોતાનો પ્રેમ માટે જાણીતા છે. આફ્રિકાની સાથે અમારી ભાગીદારી સહયોગ પર આધારિત છે. ૧૯૯૬થી ૨૦૧૬ની વચ્ચે આફ્રિકાએ ભારત પાસેથી ૨૦ ટકા એફડીઆઇ પ્રાપ્ત કરી. પીએમ મોદીએ ગાંધીજી સહિતના અનેક લોકોના ઉદાહણ આપી જણાવ્યું કે ભારતીયો આફ્રિકા પ્રત્યે વર્ષોથી પ્રેમ ધરાવે છે. તેમાં પણ ગુજરાત અને આફ્રિકાના પૂર્વ તટીય પ્રદેશોમાં બંને દેશના હજારો લોકો વસવાટ કરે છે. જેના દ્વારા બંનેની સંસ્કૃતિમાં ઘણી સમાનતા પણ જોવા મળે છે. ત્યાં સુધી કે સ્વાહિલી ભાષામાં ઘણા હિંદી શબ્દો પણ જોવા મળે છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણે જેને દુકાન કહીએ છીએ તેને આફ્રિકામં દુકા કહેવામાં આવે છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારત અને આફ્રિકાના સંબંધ એકબીજાના પૂરક બનાવાના મોડલ પર રચાયા છે. અમે આફ્રિકન દેશોના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. આફ્રિકન દેશોના વિકાસ માટે ભારત પોતાની આર્થિક અને ટેક્નોલોજીકલ એક્સપર્ટીઝનો ઉપયોગ કરશે.’ પીએમ મોદીએ ભારત અને આફ્રિકાના વ્યાપારનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘પાછલા પંદર વર્ષોમાં બંને દેશ વચ્ચેનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે. અને પાછલા પાંચ વર્ષમાં આ વ્યાપાર લગભગ ડબલ જેટલો થઈ ગયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં બંને દેશ વચ્ચે ૭૨ બિલિયન યુએસ ડોલરનો વ્યાપાર થયો હતો. જેમાં દરવર્ષે સતત વૃદ્ધી થઈ રહી છે.