ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ. આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામ માંથી ૨૮ જેટલા બી.પી.એલ તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અતિથિ વિશેષગણ એ તાલીમ કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે શક્તિઓને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. OnaPlus આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ નાબાર્ડના ડી.ડી.એમ દિપકકુમાર ખલાસસર, ડી.આર.ડી.એ ભાવનગરના ડી.એલ.એમ ઇરફાનભાઇ ઘાંચી તથા એપીએમ મેડમ વૈષ્ણવીબેન, એફએલસી કાઉન્સેલરશ્રી મલેક, એસ.બી.આઇ ભાવનગરના એલ.ડી.એમ ગૌતમકુમાર ચૌહાણ, કરી 5031 રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ડાયરેક્ટર રમેશકુમાર એસ. રાઠોડ, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ફેકલ્ટી નિલેષભાઇ બરોલીયા, ઓફીસ આસીસ્ટન્ટ ઇશાનભાઇ કલીવડા તથા જયેશભાઇ ગોહિલ, તેમજ સ્ટાફ ડી. જી. પઠાણ અને સંજયભાઇ શુક્લ તેમજ ગેસ્ટ ફેકલ્ટી માલાબેન ત્રિવેદી હાજર રહયા . .
