મંદી અને લોકડાઉનના કારણે ઘણાં ક્ષેત્રો હજું ફરીથી ધમધમતા થયા નથી. લોકો અને ઉદ્યોગો રોકડ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. પૈસા જ નથી રહ્યાં. હવે બેંક કે પોસ્ટ ઓફિસની થાપણો લોકો ઉપાડી રહ્યા છે. બેંકો સાવધાનીથી નાના માણસોને લોન આપે છે. કરોડો લોકોએ નોકરી ગુમાવી છે નથી ગુમાવી તેઓ પગાર કાપનો સામનો કરી રહ્યાં છે. રોકડની સમસ્યાના વિકલ્પો છે, જે તમને રોકડની તંગીથી રાહત આપશે.
કોઈપણ લિક્વિડ ફંડ્સમાં રોકાણ છે, તો તમારે પહેલા તેને વેચવું જોઈએ. કારણ કે તેમને વેચવાનું સરળ છે. રોકાણના ત્રણ વર્ષની અંદર રોકડ ભંડોળનું વેચાણ કરો છો, તે કરમાં ફાયદો કરે છે. ત્રણ વર્ષ પછી તેનું વેચાણ કરવાથી 20 ટકા વેરો લાગે છે. તેથી પહેલા આવા રોકોણો વેચવા જોઈએ.
જો તમે તમારી બેંક એફડી તોડશો તો ઓછું નુકસાન થશે. બેન્કો એફડી પર પ્રિકલોઝર ચાર્જ તરીકે 1% જેટલો ચાર્જ લે છે. એફડી પર લોન લઈ શકાય છે. ડેટ ફંડ કે ઇક્વિટી ફંડ વેચવું જોખમી છે. કારણ કે તેના વેચાણથી મોટું નુકસાન જઈ શકે છે. તેથી બને ત્યાં સુધી આવા રોકાણો ન વેચવા જોઈએ.