રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા ઈન્દ્રેશકુમારનું કહેવુ છે કે પશ્ચિમ સંસ્કૃતિના વેલેન્ટાઈન-ડે જેવા ઉત્સવોના કારણે ભારતમાં બળાત્કાર અને નાજાયસ બાળકો વધી રહ્યાં છે એટલું જ નહીં પણ મહિલાઓ સાથે હિંસાની ઘટનાઓ વધી રહી છે.
જયપુર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રશિક્ષણ કાર્યક્રમના સમાપન સમારોહમાં ભાગ લેવા પહોંચેલ ઈન્દ્રેશકુમારે જણાવ્યુ હતું કે ભારતમાં પ્રેમમાં પવિત્રતા છે. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ આજે ભારતીય યુવાનો પર આધિપત્ય જમાવી રહી છે. તેમણે જણાવ્યુ હતું કે ભારતમાં રાધા-કૃષ્ણ જે તેમને પ્રેમની પવિત્રતા સમજાવે છે. પરંતુ આજે પશ્ચિમી સંસ્કૃતિ યુવાનો પર હાવી થઈ રહી છે. વેલેન્ટાઈન-ડે જેવા ઉત્સવોના કારણે બળાત્કાર નાજાયજ બાળકો વધી રહ્યાં છે. તેમજ મહિલાઓ સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે આવી સમસ્યાથી પીડાઈ રહ્યુ છે.
મહત્વનું છે કે ઈન્દ્રેશકુમાર અવાર-નવાર પોતાના કટ્ટરવાદી નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા તેમણે જણાવ્યુ હતું કે જે લોકો ગૌમાંસ ખાવાની વાત કરે છે તેઓ શૈતાની પાર્ટીથી જાડાયેલા છે. તેમણે જણાવ્યુ હતું કે ગાય માંસ ખાવુ એ વ્યક્તિ બંધારણીય કે મૌલિક અધિકાર નથી પરંતુ રાક્ષસી અધિકાર છે. તેમણે જણાવ્યુ હતું કે વેટિકન સીટી અને મક્કા મદિનામાં પણ આજ દિવસ સુધી ક્યારેય ગાયની બલી ચઢાવાઈ નથી.