પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 32મી વખત ‘મનની વાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે. ‘મનની વાત’ના આ સંસ્કરણમાં પીએમ મોદીએ દેશના દરેક લોકોને દેશવાસીઓને રમઝાનની શુભકામનાઓ આપી.
રમઝાનનો પવિત્ર મહીનો શાંતિ, એક્તાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે. અમે સવા સો કરોડ દેશવાસીઓ એ વાતનો ગર્વ કરી શકીએ છીએ કે દુનિયાના દરેક સંપ્રદાય ભારતમાં હાજર છે. દરેક પ્રકારની વિચારધારા, દરેક પ્રકારની પૂજા પદ્ધતિ, દરેક પ્રકારની પરંપરા, અમે લોકોએ એક સાથે જીવવાની કળા આત્મસાત કરી છે. હું ખૂબ ખુશ છું કે આપણી યુવા પેઢી દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામો માટે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. આજે વીર સવારકરની જન્મજયંતિ છે્. હું દેશની યુવા પેઢીને કહીશ કે કોઇક દિવસ ચાન્સ મળે તો આપણી આઝાદીના જંગના તીર્થ ક્ષેત્ર સેલ્યુલર જેલ જરૂરથી જાય.
5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાવવાનો વૈશ્વિક અભિયાન, આપણા પોતાનું પણ અભિયાન બનવું જોઇએ. વેદોમાં પૃથ્વી અને પર્યાવરણને શક્તિનું મૂળ માનવામાં આવે છે. આપણા ત્યાં કહેવામાં આવ્યું છે કે જે શુદ્ધતા છે, એ આપણી પૃથ્વીનું કારણ છે.
તણાવમુક્ત જીવન માટે યોગ કરવો જોઇએ. યોગ માત્ર વ્યાયામ નથી. સ્વાસ્થ્ય અને તંદુર્સતી બંનેની ગેરંટી તન,મન, શરીર, વિચાર અને આચારથી સ્વસ્થાની અંતયાત્રાનો અનુભવ યોગના માધ્યમથી શક્ય છે. કેટલાક લોકોનું સૂચન આવ્યું છે કે આ વખતે એક જ પરિવારની ત્રણ પેઢીઓ એક સાથે યોગ કરો અને એમના ફોટા શેર કરો. હું આ સૂચન માટે ધન્યાવાદ કરું છું. તમે નરેન્દ્ર મોદી એપ અથવા તો MyGov એપ પર આ ફોટો શેર કરી શકો છો. હું 1 જૂનથી ટ્વિટર પર યોગથી સંબંધિત વાતો અને આ ફોટો શેર કરવામાં આવશે. વિશ્વ પર્યાવરણના દિવસના પ્રસંગે દેશના 4 હજાર નગરોમાં સોલિસ અને લિક્વિડ વેસ્ટને કલેક્ટ કરવા માટે વાદળી રંગની અને લીલા રંગની કચરાપેટી ઉપલબ્ધ હશે જેમાં સૂકા કચરા વાદળી રંગની કચરાપેટીમાં અને ભીનો કચરો લીલા રંગની કચરાપેટીમાં નાંખો. એ જે કચરો છે, એને આપણે નકામો માનવો જોઇએ નહીં. એક વખત જો ા કચરાને આપણે વેલ્થ માનવાનું શરૂ કરીશું તો વેસ્ટ મેનેજમેન્ટમાં આપણી સામે નવી નવી રીતો આવશે.
આ વખતે પીએમ મોદીએ મનની વાતને ભાજપના અધ્યક્ષ અમિત શાહએ દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાં ગરીબ લોકોની સાથે રેડિયો પર સાંભળી. તો ભાજપ ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવે અમદાવાદમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેસીને પીએમ મોદીના મનની વાત સાંભળી.