બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારમાં થયેલી હિંસા પર જોરદાર પ્રહારો કર્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે આજે બિહાર મમતા બેનર્જીના રસ્તા પર ચાલી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળને મુસ્લિમ રાષ્ટ્ર બનાવી રહ્યા છે, તેથી હિન્દુઓ ત્યાં અસ્વસ્થતા અનુભવી રહ્યા છે.
‘શું મુખ્યમંત્રીને હિંદુઓના મત નથી જોઈતા?’
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે નાલંદા અને સાસારામમાં હિન્દુઓ ઘર છોડીને જવા મજબૂર છે. તેમનું સ્થળાંતર થઈ રહ્યું છે. હિજરત ત્યાં થઈ રહી છે, જે મુખ્યમંત્રી નીતિશ કુમારનો ગૃહ જિલ્લો છે. ગિરિરાજ સિંહે કહ્યું કે શું તેમને હિંદુઓના વોટ નથી જોઈતા? જો નથી જોઈતા તો તેઓ સ્પષ્ટપણે કહી દે. ગિરિરાજ સિંહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ સવાલ કર્યો કે શું બિહાર સરકાર અને સરકારી અધિકારીઓને ખબર ન હતી કે રામ નવમી પર શોભાયાત્રા કાઢવામાં આવશે?
‘બંગાળમાં હિંદુઓ અસ્વસ્થતા અનુભવે છે’
મમતા બેનર્જી પર પ્રહાર કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “બંગાળને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવામાં આવી રહ્યું છે. મમતા બેનર્જી પોતે જ નિવેદન આપી રહ્યા છે કે રમઝાનનું સન્માન કરવું જોઈએ, એટલે કે મમતા બેનર્જી રમઝાનને હિંદુ ધર્મ કરતાં વધુ પ્રેમ કરે છે. ત્યાં મુખ્યમંત્રીએ રોહિંગ્યાઓ અને અલગતાવાદીઓ માટે ‘રેડ કાર્પેટ’ પાથરી દીધી છે, આવી સ્થિતિમાં હિન્દુઓ ત્યાં અસ્વસ્થતા અનુભવી રહ્યા છે.”